અનંત-રાધિકાના લગ્નમાં Aishwarya-Abhishek આ શું કરતાં જોવા મળ્યા? બાજુમાં જ હતી દીકરી આરાધ્યા…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding)માં અલગ અલગ એન્ટ્રી લઈને ચર્ચામાં આવેલા ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન (Aishwarya Rai Bachchan-Abhishek Bachchan)નો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને વીડિયોમાં આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) પણ જોડાય છે. આ વીડિયોમાં ઐશ્વર્યા અને અભિષેક માત્ર એક સાથે દેખાઈ નથી રહ્યા પણ તેઓ ખડખડાટ હસતાં પણ જોવા મળી રહ્યા છે. હવે તમને થશે ને કે એકબીજાથી અલગ અલગ એન્ટ્રી લીધા બાદ હવે આ સાથે હસતાં વીડિયોનો શું અર્થ? ચાલો તમને જણાવીએ શું છે આખો મામલો-
વાત જાણે એમ છે કે ઐશ્વર્યા અને અભિષેક અનંત-રાધિકાના લગ્નમાં અલગ અલગ એન્ટ્રી લઈને તેમની વચ્ચે ચાલી રહેલાં અણબનાવની અફવાઓને હવા આપી હતી. પરંતુ હવે આ જ ઈવેન્ટમાંથી એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા, અભિષેક અને રીતિક રોશન (Hrithik Roshan)સાથે બેઠેલા જોવા મળે છે અનેક કોઈ વાત પર હસી રહ્યા છે. આ ત્રણેયની બાજુમાં બેઠેલી આરાધ્યા આ ગ્રાન્ડ ઈવેન્ટને એન્જોય કરતી જોવા મળી રહી છે. તમારી જાણ માટે કે ઐશ્વર્યા, રીતિક અને અભિષેક બચ્ચને ફિલ્મ ધૂમ ટુમાં સાથે કામ કર્યું હતું.
આ પણ વાંચો: Anant Ambani-Radhika Merchant Honeymoon માટે જશે આ સુંદર ડેસ્ટિનેશન પર?
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan)એ દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) સાથે અલગથી એન્ટ્રી લીધી હતી. જ્યારે અભિષેક બચ્ચને પોતાના પરિવાર સાથે એન્ટ્રી લીધી હતી. બંને એન્ટ્રીના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા હતા, જેને કારણે ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે ચાલી રહેલા મતભેદોની અફવાઓને ફરી એક વખત સમર્થન મળ્યું હતું.
શુક્રવારે સાંજે બીકેસીમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ફેરા લીધા હતા. આ લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એની સાથે સાથે બોલીવૂડ સેલેબ્સે પણ આ લગ્નમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી.