Dubai Burjh Khalifaના ટોપ ફ્લોર પરથી કેવો દેખાય છે નજારો, કોણ કોણ જઈ શકે છે?

Dubaiની ગણતરી દુનિયાના સૌથી સુંદર શહેરોમાં કરવામાં આવે છે, અહીં તમામ સુખ-સુવિધાઓની સાથે સાથે જ જીવન જીવવા માટે આવશ્યક તમામ મોજ-શોખની વસ્તુઓ હાજર છે. દુબઈના વાત થઈ રહી હોય અને એમાં જો બુર્ઝ ખલીફાની વાત ના થાય તો કઈ રીતે ચાલે? 2009માં બનાવવામાં આવેલા બુર્જ ખલીફાની ગણતરી દુનિયાની સૌથી ઊંચી ઈમારતોમાં કરવામાં આવે છે.
820 મીટર લંબાઈવાળી ઈમારતમાં 163 માળ આવેલા છે, જેમાં સ્વિમિંગ, જીમ, મોલ, ઓફિસ, થિયેટર વગેરે ઉપલબ્ધ છે. પણ જરા વિચારો કે 820 મીટર ઊંચી ઈમારતના ટોપ ફ્લોર પર કોણ જતું હશે અને ત્યાંથી દેખાતો નજારો કેવો અદ્ભૂત હશે? તમારી જાણ માટે કે બુર્જ ખલીફાના ટોપ ફ્લોર પર જવાનું નોર્મલ પબ્લિકને એલાઉડ નથી. ચાલો આજે જાણીએ કે આખપરે શું ખાસ છે બુર્જ ખલીફાના ટોપ ફ્લોર પર કેમ આમ આદમી ત્યાં નથી જઈ શકતા?
દુબઈ જનારા કોઈ પણ ટુરીસ્ટ બુર્જ ખલીફા જોયા પાછું નથી આવતું. ઘણા લોકો માત્ર આ ઈમારત જોવા માટે દુબઈ જાય છે. 163 માળની આ ઈમારતમાં દુનિયાની તમામ બહેતરીન દરજ્જાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે. જે લોકો પણ આ બુર્જ ખલીફાની મુલાકાતે આવે છે તેમને આ ઈમારતના ટોપ ફ્લોર પર જવાની પરવાનગી નથી આપવામાં આવતી.
જોકે, આવું કોઈ ગુપ્ત કારણોસર નથી થતું પણ એમાં એનું કારણ એવું છે કે આ ઈમારતના ટોપફ્લોર પર અનેક મોટી કોર્પોરેટ ઓફિસ આવેલી છે. જે લોકોની આ ઓફિસ છે તેઓને આ ટોપ ફ્લોર પર જવાની પરવાનગી આપવામાં આવે છે. આ સાથે ઈમારતના ટોપ ફ્લોર પર સેલિબ્રિટીઝનું શૂટિંગ પણ ચાલતું હોય છે.
બુર્જ ખલીફા ફરવા માટે કોઈ પણ આવી શકે છે, બસ અહીં ફરવા માટે ટિકિટ ખરીદવી પડે છે. ટિકિટ લીધા બાદ તમે બુર્જ ખલીફામાં ફરી શકે છે પણ એમાં કેટલાક એવા એરિયા છે કે જ્યાં જવાની પરવાનગી આમ આદમીને નથી આપવામાં આવતી અને બિલ્ડિંગનો ટોપ ફ્લોર પણ આ જ હિસ્સામાં આવી જાય છે. જો તમે ત્યાં જવા માંગો છો તો તમારે એમની પરવાનગી લેવી પડે છે. પરંતુ ટુરિસ્ટને આ માટે પરવાનગી નથી આપવામાં આવતી. જો કોઈ સેલિબ્રિટી એપ્લાય કરે છે તો તેમને ચોક્કસ પરવાનગી આપવામાં આવે છે.