એરપોર્ટની આજુબાજુ કેમ જોવા મળે છે બાજ? ખૂબ જ મહત્ત્વનો હોય છે તેમનો રોલ, જાણી લેશો તો…

આપણામાંથી અનેક લોકોએ અત્યાર સુધીમાં ક્યારેકને ક્યારેક ફ્લાઈટમાં મુસાફરી તો કરી જ હશે ને? જો તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કે એરપોર્ટની આજુબાજુમાં હંમેશા બાજ જોવા મળે છે. જો તમે એવું માનતા હોવ કે એ બાજ નોર્મલ બાજ હોય છે તો એવું નથી. આ બાજ ટ્રેઈન બાજ હોય છે, તેમને ત્યાં તહેનાત કરવામાં આવે છે અને એ પાછળનું કારણ પણ ખૂબ જ મજેદાર છે. ચાલો આજે તમને એ વિશે જણાવીએ-
મળતી માહિતી મુજબ એરપોર્ટ પર આ બાજ તહેનાતી એક ખાસ ઉદ્દેશથી કરવામાં આવે છે. એરપોર્ટની નજીક આ બાજને તહેનાત કરવા પાછળનું બર્ડ સ્ટ્રાઈકથી વિમાનોને બચાવવાનું છું. વિમાનની લેન્ડિંગ અને ટેક ઓપ સમયે પક્ષીઓના ટકરાવવાનું જોખમ વધી જાય છે. જેને કારણે એક્સિડન્ટ્સ વગેરે થઈ શકે છે.
આ પણ વાંચો: મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
જી હા, બર્ડ સ્ટ્રાઈકથી વિમાનને બચાવવા માટે એરપોર્ટની આજુબાજુમાં આ ખાસ બાજને તહેનાત કરવામાં આવે છે. બાજને એરપોર્ટની આજુબાજુમાં ઉડતા જોઈને બાકીના પક્ષીઓ નજીક નથી આવતા અને એને કારણે જ બર્ડ સ્ટ્રાઈકનું જોખમ ઘટી જાય છે.
જોકે, સાવ એવું પણ નથી કે એરપોર્ટ ઓથોરિટી બર્ડ સ્ટ્રાઈકથી બચવા માટે સંપૂર્ણપણે બાજ પર જ આધાર રાખે છે. અનેક એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ માટે પક્ષીરોધી ઉપકરણ, જાળ અને અવાજોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ જ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતીસભર માહિતી જામવા માટે અમારી સાથે જોડાયેરા રહો…