સોનિયા ગાંધી સાથે કિચનમાં શું કરી રહ્યા છે રાહુલ ગાંધી…..?

નવી દિલ્હીઃ સાલ 2023 પૂરુ થવામાં છે અને 2024ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. 2023ના અંતિમ દિવસે આજે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી કિચનમાં જોવા મળ્યા હતા. હવે તમને વિચાર આવશે કે રાહુલ ગાંધી કિચનમાં શું કામ ગયા હશે? તેમના ઘરમાં તો નોકરચાકરોની કોઇ કમી નથી ત્યારે કિચનમાં જવાનું શું પ્રયોજન. તો ભાઇ એનો જવાબ એ છે કે રાહુલ ગાંધી કિચનમાં જઇને માતા સોનિયા ગાંધી પાસેથી કુકીંગ લેસન લઇ રહ્યા હતા. રાહુલ ગાંધીએ માતા પાસેથી કુકીંગ લેસન લેતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેઓ માતા પાસે નારંગીનો છુંદો બનાવવાનું સીખી રહ્યા હતા. આ માટેના ઓરેન્જ તેમના કિચન ગાર્ડનમાંથી તોડીને લીધા હતા.
વીડિયોની શરૂઆતમાં જોવા મળે છે કેરાહુલ અને સોનિયા એમના કિચન ગાર્ડનમાં ફળ તોડીને રાખવાની ટોપલી લઇને જાય છે અને કેટલાક ઓરેન્જ તોડે છે. આ દરમિયાન રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પૂછે છે કે ઓરેન્જને આટલી સારી રીતે કેમ તોડી રહ્યા છીએ. ફળને તો કોઇ પણ રીતે તોડી શકાય આના જવાબમાં સોનિયા ગાંધી કહે છે કે ફળોને પણ સારી રીતે વૃક્ષ પરથી તોડવા જોઇએ.
ખેર, વૃક્ષ પરથી ઓરેન્જ તોડીને બંને જણ ોપલીમાં નાખે છે અને પછી કિચનમાં પહોંચે છે. કિચનમાં સંતરા ધોઇને રાહુલ ગાંધી સંતરાનો મુરબ્બો બનાવવા માંડે છે. વીડિયોમાં રાહુલ ગાંધી જણાવે છે કે મુરબ્બો બનાવવાની રેસિપી એમની બહેન પ્રિયંકા ગાંધીની છે. રાહુલ ગાંધીને મુરબ્બો બનાવવામાં એમની માતા સોનિયા ગાંધી મદદ કરતા નજરે પડે છે.
મુરબ્બા બનાવવા દરમિયાન મા-દીકરા વચ્ચે હસી-મજાક પણ ચાલે છે. રાહુલ ગાંધ કહે છે કે જો ભાજપવાળા ઇચ્છે તો એ લોકો પણ આને ખાઇ શકે છે. આના જવાબમાં સોનિયા ગાંધી જણાવે છે ભાજપવાળા આને આપણી ઉપર જ ફેંકશે. બંનેની હસીમજાક, વાતચીત વચ્ચે મુરબ્બો બનીને તૈયાર થઇ જાય છે. ત્યાર બાદ રાહુલ ગાંધી એને જારમાં ભરીને મૂકે છે. વીડિયોમાં મા-દીકરા વચ્ચે થતી જુદી જુદી વાતચીત પણ જોવા મળે છે. સોનિયા ગાંધીએ કેવી રીતે ભારતીય ભોજન બનાવતા સીખ્યું અને એમને શું પસંદ નથી, એવી ઘણી વાતો મા-દીકરા વચ્ચે થતી જોવા મળે છે.
તમે પણ આ વીડિયો માણો…..