બિઝનેસમેન હોય તો શું થયું? Nita Ambaniની સામે Mukesh Ambani પણ હાથ જોડી જ દે છે…
ધનવાન બિઝનેસમેનમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પત્ની નીતા અંબાણી (Nita Ambani) તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ, મોંઘીદાટ સાડીઓ અને મૂલ્યવાન જ્વેલરીને કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. હાલમાં જ નીતા અંબાણીના એક સુંદર હારે લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ હારને જોઈને ખુદ મુકેશ અંબાીણી પણ દૂરથી જ હાથ જોડી લે છે.
આવો જોઈએ જોઈએ શું છે આ હારમાં ખાસ કે મુકેશ અંબાણી જેવા ધનવાન ઉદ્યોગપતિ પણ હાથ જોડી લે છે – 60 વર્ષે પણ નીતા અંબાણી પોતાની સુંદરતાની સાથે સાથે ગજબની ફેશનસેન્સ અને જ્વેલરી કલેક્શન માટે પણ લાઈમલાઈટમાં રહે છે. સાડીઓથી લઈને જ્વેલરીની યુનિક ડિઝાઈન અને તેની કિંમત હંમેશા જ ટોક ઓફ ધ ટાઉન રહે છે. હાલમાં જ નીતા અંબાણીનો આવો જ એક નેકલેસ ચર્ચાનું કારણ બન્યો છે અને આ હારને જોઈને ખુદ મુકેશ અંબાણી પણ હાથ જોડી લેતા હશે, એવો અંદાજો લોકો લગાવી રહ્યા છે.
થોડાક સમય પહેલાં જ નીતા અંબાણીએ શ્રીનાથજીની છબિવાળી વિવાહ પટ્ટુ સાડી પહેરી હતી, જે ખૂબ જ વાઈરલ થઈ હતી. એક રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો આ સાડીની ગણતરી દુનિયાની સૌથી મોંઘી સાડીઓમાં કરવામાં આવે છે. હવે નીતા અંબાણીજીના જે હાલ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એના પર પણ શ્રીનાથજીના જ ચિત્રો બનેલા છે.
સુંદર જાંબુળી રંગની બનારસી સિલ્કની સાડી પર નીતા અંબાણીએ ગળળામાં લાંબો સિક્કા પેટર્નનો હાર પહેર્યો છે અને ગોલ્ડ પ્લેટેડ ડિઝાઈનવાળો આ હાર ખરેખર એકદમ યુનિક હતો. નીતા અંબાણીએ એક ઈવેન્ટ માટે ખાસ જયપુરના એક જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલો હેન્ડ પેઈન્ટેડ ડિઝાઈનનો નેકલેસ પહેર્યો હતો. આ નેકલેસ પર પિચવાઈ પેઈન્ટિંગ કરવામાં આવી હતી.
નીતા અંબાણીના આ હાર પર ખૂબ જ સુંદર સ્ટાઈલમાં નાના નાના વ્હાઈટ ડાયમંડ્સ પણ જડવામાં આવ્યા હતા. 16 ખાંચાવાળો આ હાર દેખાવમાં તો એકદમ સુંદર છે જ અને અંબાણી પરિવારની મહિલાને આ હાર પસંદ પડ્યો હોય એટલી એની કિંમત પણ વધારે જ હશે એ સ્વાભાવિક છે. આ હારની કિંમત વિશે ખાસ ખુલાસો નથી કરવામાં આવ્યો. હારની કિંમત વિશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ગોલ્ડ પ્લેટમાં બનેલા હારની કિંમત લાખોમાં હશે અને હોય પણ કેમ નહીં, અંબાણી પરિવારની મહિલાને પસંદ પડ્યો હોય એટલે તે ઓર્ડિનરી તો ના જ હોય ને?
Also Read –