Anant Ambani-Radhika Merchantના ફંક્શન પર Shahrukh Khanએ એવું તે શું કર્યું?

જામનગર ખાતે હાલમાં Mukesh Ambani-Nita Ambaniના દીકરા Anant Ambani-Radhika Merchantના લગ્નના પ્રિ-વેડિંગ ફંક્શનની ધામધૂમથી ઊજવણી થઈ રહી છે. આ સેલિબ્રેશનના વીડિયો અને ફોટો દરરોજ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. ગુજરાતના જામનગર ખાતે ચાલી રહેલાં આ કાર્યક્રમમાં બોલીવૂડના ત્રણેય ખાને પણ હાજરી આપી હતી, પરંતુ શાહરૂખ ખાન ખૂબ જ લાઈમલાઈટમાં આવી ગયો છે. આવો જોઈએ એવું તે શું કર્યું કિંગ ખાને?
કિંગ ખાને હંમેશની જેમ આ ઈવેન્ટમાં રોયલ એન્ટ્રી લીધી હતી અને તેણે સ્ટેજ પર પ્રવેશતાં જય શ્રીરામનો નારો લગાવ્યો હતો. ત્યાર બાદ તેણે કપલને શુભેચ્છા આપી હતી અને આગળ જણાવ્યું હતું કે જય શ્રીરામ, તમે લોકો બધાનો ડાન્સ જોઈ લીધો છે. આપણે બધા સાથે છીએ ત્યારે ચાલો તમને અંબાણી પરિવારની તીન દેવીઓને મળાવીએ. સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી… તમારા બધાની દુવાઓએ જ આ આખા પરિવારને જોડીને રાખ્યો છે. આ ત્રણેયે જ પરિવારની લિગેસીને આગળ વધારી છે અને વધારી રહી છે.
આગળ કિંગ ખાને એવું પણ જણાવ્યું હતું કે અનંત અને રાધિકાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… હવે સ્ટેજ પર કોકિલાબેન, પૂર્ણિમા દલાલજી અને દેવયાનીજીને બોલાવીએ.. ત્યાર બાદ શાહરૂખ ખાન સિંગર દિલજિત દોસાંઝ સાથે ઝૂમતો દેખાઈ રહ્યો છે. એસઆરકે સાથે સુહાના ખાન અને બિગ બી દોહિત્રી નવ્યા નવેલી નંદા પણ ડાન્સ કરતી જોવા મળી હતી.
ટૂંકમાં કહીએ તો શાહરૂખ ખાને દીકરી સુહાના, નવ્યા, દિલજિત સાથે મળીને મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આખો સીન કોઈ ફિલ્મી સ્ટોરી જેવો લાગી રહ્યો હતો.