સ્પેશિયલ ફિચર્સ

2023માં યુવતીઓએ ઈન્ટરનેટ પર સૌથી વધુ શું સર્ચ કર્યું?

નવી દિલ્હીઃ ટેક્નોલોજી, ઈન્ટરનેટ, ગૂગલ અને સ્માર્ટફોન જેવા સ્માર્ટ ગેજેટ્સે આપણું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું છે. આપણને જો કોઈ વાતની એક ટકાની પણ શંકા આવે તો આપણે તરત જ ગૂગલ પર જઈને એનું સમાધાન મેળવવાનો પ્રયાસ કરીએ છે. પછી એ સવાલ ઈતિહાસ સંબંધિત હોય, વાનગીઓની વાત હોય કે પછી કોઈ ટુરિસ્ટ ડેસ્ટિનેશનની વાત હોય…

હાલમાં વર્ષના અંતમાં અલગ અલગ પ્રકારના ડેટા સામે આવી રહ્યા છે અને આ ડેટા લોકોએ ફૂડ ડિલિવલી એપ પર સૌથી વધુ શું ઓર્ડર કર્યું, આખા વર્ષમાં સૌથી વધુ વાઈરલ થયેલા મીમ્સ, આખા વર્ષમાં લોકોએ કઈ એપને સૌથી વધુ વખત અનઈન્સ્ટોલ કરી વગેરે વગેરે સંબંધિત છે. પરંતુ અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ગૂગલ પર મહિલાઓ અને યુવતીઓએ ગૂગલના નિયર મી ફીચરનો ઉપયોગ કરીને સૌથી વધુ શું સર્ચ કર્યું એના વિશે જણાવ્યું છે.

હવે વધુ એક ડેટા રિપોર્ટની માહિતી સામે આવી છે અને આ મીડિયા રિપોર્ટમાં ગૂગલના નિયર મી ફીચરનો ઉપયોગ કરીને સૌથી વધુ સર્ચ કરવામાં આવી હોય એવી જગ્યાઓ વિશેની માહિતી આપવામાં આવી છે.

તમારી જાણ માટે જણાવી દઈએ કે આ પહેલાં Apple અને Googleને આ વર્ષની બેસ્ટ ગેમ અને એપ્સની યાદી શેર કરી હતી અને ચોંકાવનારી વાત તો એ હતી કે એમાં કોઈ એઆઈ ટેક્નોલોજી કે ચેટ જીપીટીનો સમાવેશ નહોતો થયો.
આપણે ગૂગલ પર કોઈ વસ્તુ કે એનો એનો વિકલ્પ સૌથી વધુ ઝડપથી શોધવા માંગતા હોઈએ તો સરળતાથી જ ગૂગલના નિયર મી ફીચરનો ઉપયોગ કરીએ છીએ. જોકે, ગૂગલ દ્વારા 2023 માટે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા પ્રશ્નોની યાદીમાંથી જાણવા મળ્યું હતું કે યુઝર્સે નિયર મી ફીચરનો ઉપયોહ કરીને કયા કયા સ્થળો વિશે સૌથી વધુ સર્ચ કર્યું છે.

મહિલાઓ અને યુવતીઓની વાત કરીએ તો તેમણે ગૂગલના આ ફીચરનો ઉપયોગ કરીને બ્યુટી પાર્લર નિયર મી સૌથી વધુ સર્ચ કર્યું હતું અને આ લિસ્ટમાં નજીકનું કોડિંગ ક્લાસ અને ખાવાની જગ્યાઓનો સમાવેશ પણ થાય છે. આ પહેલાં પણ ગૂગલ ટ્રેન્ડ્સ દ્વારા આખા વર્ષમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ઘટનાોની આખી યાદી શેર કરવામાં આવી હતી. જેમાં ન્યુઝ કેટેગરીમાં ઈસરોના ચંદ્રયાન-થ્રી વિશે સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કર્ણાટક ઈલેક્શન રિઝલ્ટ, ઈઝરાયલ ન્યુઝ, સતિષ કૌશિક, બજેટ 2023 વિશે સર્ચ કરવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button