સ્પેશિયલ ફિચર્સ

ગાગર જેવી વધતી ફાંદને અટકાવવા કરો આ 4 ઉપાય: સટાસટ ઓગળશે પેટ પરની વધારાની ચરબી…

Weight Loss Tips: પેટની આસપાસ જમા થતી ચરબી આપણા શરીરના દેખાવને બેડોળ બનાવી દે છે. સાથોસાથ તે અનેક ગંભીર રોગોને આમંત્રણ આપી શકે છે. કારણ કે, શરીરમાં વધારાની ચરબી આંતરડાના અસ્તર અને લીવર સહિત આંતરિક અવયવોમાં એકઠી થાય છે, જેને વિસેરલ ફેટ કહેવામાં આવે છે. આ ચરબી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જવાબદાર છે, તેથી તેનાથી છુટકારો મેળવવો જરૂરી છે. પેટ પર જામેલી વધારાની ચરબી ઘટાડવા માટે લાઈફસ્ટાઈલમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવા જરૂરી છે.

લો કેલરી ફૂડ અને ડ્રિંક્સનું કરો સેવન

શરીર પર વધારાની ચરબીને અટકાવવા માટે લો કેલરી ફૂડ અને ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ. આખો દિવસ પુષ્કળ પ્રમાણમાં પાણી, ડિટોક્સ વોટર પીવું જોઈએ. યોગ્ય સમયાંતરે ગ્રીન ટી, બ્લેક ટી, બ્લેક કોફી અથવા ફળોનો રસ પણ પીવો જોઈએ. વધુ પાણી પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી બિનજરૂરી નાસ્તો શરીરમાં જશે નહીં અને લો કેલરી ફૂડ અને ડ્રિંક્સ તમારા પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે.

મીઠાઈઓ, ગુલાબ જાંબુ, કેક, ચોકલેટ, કૂકીઝ, પેસ્ટ્રી, કેન્ડી અને મીઠા નાસ્તા જેવા સુગરવાળા ખોરાક હાઈ કેલરી ફૂડ ગણાય છે. આ ખોરાકમાં માત્ર સુગરનું પ્રમાણ જ નહીં, પણ સેચ્યુરેટેડ ફેટ પણ વધારે હોય છે. આવા હાઈ કેલરી ફૂટનું સેવન કરનાર લોકોનો શરીરમાં સુગર જમા થાય છે, જેના કારણે ધીમે ધીમે વજન વધે છે અને પેટ પર ચરબી વધે છે. તેથી આવા સુગરવાળા હાઈ કેલરી ફૂડનું સેવન પણ ટાળવું જોઈએ.

રાત્રે વહેલા જમશો તો થશે ફાયદો

હાઈ કેલરીવાળા ફૂડનું સેવન ન કરવું, તો શું ખાવું? આવો સવાલ તમારા મનમાં થતો હશે. તમે ઓટ્સ, લીલા શાકભાજી, ઈંડા (ખાસ કરીને ઈંડાનો સફેદ ભાગ), બદામ વગેરે જેવા પ્રોટીનયુક્ત ખોરાક ખાઈ શકો છો. પ્રોટીનને પચવામાં વધુ સમય લાગે છે, જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, ભૂખ ઓછી થાય છે અને વધુ પડતું ખાવાનું મન થતું નથી. પરિણામે કુલ કેલરીનું સેવન ઘટે છે અને વજન ઘટે છે. મેંદો અને તેમાંથી તૈયાર થતા બ્રેડ, બિસ્કિટ જેવા ઉત્પાદનો ખાવાનું પણ ટાળવું જોઈએ. બ્રાઉન રાઇસ, ઓટ્સ અને ઘઉં જેવા આખા અનાજનું સેવન વધારવું જોઈએ, કારણ કે તેમાં દ્રાવ્ય ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

ઉપરોક્ત ઉપાયો સિવાય ખોરાકમાં મીઠાનું સેવન પણ ઓછું કરી દેવું જોઈએ. કારણ કે, મીઠાનું વધારે પડતું સેવન કરવાની પેટ ફૂલે છે અને મેટાબોલિઝમ મંદ પડી જાય છે. જેથી શરીરમાં ચરબી બાળવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. મેટાબોલિઝમને તિવ્ર બનાવવા માટે રાત્રે વહેલા જમી લેવું જોઈએ. રાત્રે 8 વાગ્યા પછી જમવાનું ટાળવું જોઈએ.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

આ પણ વાંચો…શું વધુ પડતું વર્કઆઉટ કરવું નુકસાનકારક છે? જાણો WHOની ગાઇડલાઇન…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button