પર્સમાં રાખો આ નાનકડી સફેદ વસ્તુ, ક્યારેય નહીં વર્તાય પૈસાની અછત…
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને પૈસા કમાવવાની ઈચ્છા નહીં હોય. પૈસા કમાવવા માટે તેઓ કોઈ પણ હદે જવા તૈયાર હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ધનપ્રાપ્તિ માટેના વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરીને ધનપ્રાપ્તિ થાય છે. આજે અમે અહીં તમને આવા જ એક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ શું છે આ ઉપાય-
શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે પર્સમાં થોડાક ચોખાના દાણા મૂકવામાં આવે તો તેનાથી ધનપ્રાપ્તિ થાય છે. આપણે ત્યાં ચોખાને મુખ્ય આહાર માનવામાં આવે છે અને ચોખાને સૌભાગ્ય અને ધન સાથે જોડીને જોવામાં આવે છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય : આપણી દીકરીને આ દેવર્ષિએ ભ્રમિત કરી દીધી છે, તેમને કઠોરથી કઠોર દંડ આપવામાં આવે
પ્રાચીન સમયમાં ચોખાને સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક હોય છે અને પૈસાની તંગીમાંથી છુટકારો મેળવવા માટે પર્સમાં ચોખાના દાણા રાખવા જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા વરસે છે અને તિજોરીમાં ધનની કમી નથી વર્તાતી.
ચોખાને સ્થિતરતા અને વિકાસ સાથે પણ જોડીને જોવામાં આવે છે એટલે ધનલાભની સાથે સાથે જ પર્સમાં ચોખા રાખવાથી જીવનમાં સ્થિરતા અને વિકાસ પણ આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે 21 ચોખાના દાણા લાલ કપડાંમાં બાંધીને પર્સમાં રાખો કો ગમે એટલું મોટું આર્થિક સંકટ કેમ ના હોય પણ તે દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી ધનની અછત પણ નથી રહેતી.
આ પણ વાંચો : કમૂરતા ક્યારથી લાગશે, જાણો શું કરવું જોઇએ અને શું નહીં કરવું જોઇએ…
એવું માનવામાં આવે છે કે ચોખા પૈસા સંબંધિત કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે. પર્સમાં ચોખાના દાણા રાખવાથી આર્થિક સંકટમાંથી પણ મુક્તિ મળે છે અને જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ મા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો તમારે પણ પર્સમાં ચોખાના દાણા રાખવા જોઈએ.