તરબૂચની સાથે તેની છાલ પણ છે કામની, જાણી લેશો તો ફેંકવાનું ભૂલી જશો…

ઉનાળાની ઋતુમાં લિચી, તરબૂચ (કે જેને આપણે કલિંગર પણ કહીએ છીએ), કેરી જેવા સિઝનલ ફ્રૂટ્સથી બજાર ઊભરાવવા લાગે છે. આ તમામ ફળો ખાવાની એક અલગ જ લિજ્જત હોય છે અને આજે એમાં પણ કલિંગરની વાત કરીએ તો કલિંગર તો એક એવું ફ્રૂટ છે કે જે મીઠું હોવાની સાથે સાથે ખૂબ જ રસાળ હોય છે. કલિંગરના સેવનથી અનલિમિટેડ બેનેફિટ્સ થાય એ વાતથી આપણે પરિચિત છીએ, પણ શું તમને ખબર છે કે કલિંગરની સાથે સાથે તેની છાલ પણ એટલી જ ગુણકારી હોય છે? ચાલો તમને આ વિશે જણાવીએ…
સ્કિનને રાખે છે હાઈડ્રેટેડ
ઉનાળામાં કલિંગર તમારા બોડીને ડિહાઈડ્રેટેડ રાખવાનું કામ કરે છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે કલિંગરની છાલ પણ તમારી ત્વચાને હાઈડ્રેટેડ રાખવામાં ખૂબ જ મહત્ત્વનો રોલ નિભાવે છે. કલિંગરની છાલને ચહેરાં પર ઘસવાથી તમારો ચહેરો હાઈડ્રેટેડ અને ગ્લોઈંગ રહે છે.
એન્ટિ એજિંગને રોકે છે
નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો વોટરમેલનની છાલને નિયમિતપણે ચહેરા પર ઘસવામાં આવે તો ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે એટલે એવું કહી શકાય કે કલિંગરની છાલમાં એન્ટિએજિંગ ક્વોલિટીઝ પણ જોવા મળે છે. જો તમને પણ ચહેરા પર કરચલીઓ આવી ગઈ હોય તો તમારે તમારા ચહેરા પર કલિંગરની છાલ ઘસવી જોઈએ.
ડાઘ-ધબ્બા કરે છે દૂર
ઘણા લોકોના ચહેરા પર ડાઘ-ધબ્બા જોવા મળે છે અને જો તમને પણ આ સમસ્યા સતાવી રહી હોય તો આવી સ્થિતિમાં તમારે ચહેરા પર કલિંગરની છાલ ઘસવી જોઈએ. આનાથી તમારા ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થાય છે.
ચહેરા પરનો સોજા ઘટાડવામાં કરે છે મદદ
જો તમારા ચહેરા પર પણ કોઈ કારણસર સોજા આવી જતી હોય તો તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવવામાં પણ કલિંગરની છાલ ખૂબ મહત્ત્વની સાબિત થાય છે. કલિંગરની સાથે સાથે તેની છાલમાં પણ એવી અનેક પ્રોપર્ટીઝ જોવા મળે છે કે જેને કારણે ચહેરા પરની સોજા દૂર થાય છે અને ચહેરો ખીલી ઉઠે છે.
ખીલ અને ડલનેસને ભગાવે દૂર
કલિંગરની છાલ તમારા ચહેરા પરની ખીલ અને એક્ને દૂર કરવાની સાથે સાથે જ તમારા ચહેરાની ડલનેસને પણ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જો તમને કે તમારા મિત્રને પણ ખીલ કે સ્કીન ડલનેસની સમસ્યા સતાવી રહી હોય તો તમારે પણ આ નૂસખો અપનાવવા જેવો છે.
ટેનિંગને હટાવે
અમુક લોકોને ઉનાળામાં કે તડકાને કારણે ટેનિંગની સમસ્યા સૌથી વધુ સતાવતી હોય છે આવા લોકો માટે પણ કલિંગરની છાલ એકદમ વરદાન સમાન સાબિચ થાય છે. જો તમારી સ્કીન ટેન થઈ ગઈ હોય તો તમારે કલિંગરની છાલનો ઉપયોગ કરવો જોઈએ.
આપણ વાંચો : શું ચા-કોફીની આદત ફાયદાકારક કે નુકસાનકારક? જાણો શું કહે છે નિષ્ણાતો…