ગેસનું સિલિન્ડર લાંબા સમય સુધી ચલાવવું છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…
આપણે ત્યાં રાંધવા માટે કૂકિંગ ગેસનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં કરવામાં આવે છે અને ઘણી વખત જો ધ્યાન ના આપવામાં આવે તો ગેસનો સિલિન્ડર નક્કી કરેલાં સમય પહેલાં જ પૂરો થઈ જાય છે. પણ આજે અમે અહીં તમારા માટે કેટલીક એની નાની નાની ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેનો ઉપયોગ કરીને તમારા ઘરનો સિલિન્ડરનો બાટલો લાંબા સમય સુધી ચલાવી શકો છો. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ છે આ ટિપ્સ-
ગેસને લાંબો સમય સુધી ચલાવવા માટે ફ્રિજમાંથી કાઢવામાં આવેલી વસ્તુ તરત જ ગરમ કરવા માટે ના મૂકો. વસ્તુ ઠંડી હોવાને કારણે તેની અંદરની ઠંડક નીકળવા માટે સમય લાગે છે અને એટલે ગેસ વધુ વપરાઈ જાય છે. આ માટે વાસણને પહેલાંથી જ બહાર કાઢી રાખો અને એને નોર્મલ ટેમ્પરેચર પર આવવા દો.
ભીના-વાસણને ગેસ પર ચૂલા પર ના મૂકો અને કારણ કે ભીનાશને કારણે વાસણને તપવામાં સમય લાગે છે. આ ઉપરાંત ગેસનું બર્નર સાફ કરો જેથી ફ્લેમ સીધી સીધી તમારા વાસણ પર આવે. આવું કરીને પણ તમે ગેસની બચત કરી શકો છો.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટન્ટ થિંગ એટલે કે કોઈ પણ વસ્તુ બનાવતી વખતે તેને ઢાંકીને રાંધો. આવું કરવાથી રસોઈ ખૂબ જ જલદી બની જશે અને એની સાથે સાથે રાંધણ ગેસની પણ બચત થાય છે. એટલું જ નહીં તમે નોન સ્ટીક વાસણનો ઉપયોગ કરો આવું કરવાથી પણ તમે કૂકિંગ ગેસની બચત કરી શકો છો.