સ્પેશિયલ ફિચર્સ

વજન ઘટાડવા માંગો છો? આજથી શરૂ કરી દો પીણું પીવાનું…

આપણામાંથી ઘણા લોકો વધતાં વજનની સમસ્યાથી પરેશાન હશે અને કોઈ પણ ભોગે વજન ઘટાડવા માગતા હશે, પરંતુ કેમેય કરીને વધી ગયેલું વજન કન્ટ્રોલમાં નહીં આવતું હોય. આજે અમે અહીં તમને એક એવા જાદુઈ પીણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને પીને તમે ઝટપટ તમારું વધી ગયેલું વજન ઘટાડી શકશો. તો, ચાલો જોઈએ કયા છે આ મેજિક પીણા…

આપણા ભારતીય રસોડામાં અલગ અલગ પ્રકારના સ્વાદ વધારતા મસાલાંઓ હાજર હોય છે. આ મસાલાઓ સ્વાદ તો વધારે જ પણ એની સાથે સાથે આરોગ્યવર્ધક પણ હોય છે. આ જ મસાલાઓનો ઉપયોગ કરીને આપણે આપણા આરોગ્યને લગતી અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ છીએ. બસ આ મસાલા જ તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે.
અત્યારના ઈન્સ્ટન્ટ અને ફાસ્ટફોર્વર્ડ જમાનામાં વજન વધવું એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. અનહેલ્ધી ફૂડ્સ અને ઝડપથી બદલાઈ રહેલી જીવનશૈલી એ વજન વધવાનું સૌથી મહત્ત્વનું અને મુખ્ય કારણ છે. જો તમે પણ તમારું વજન નિયંત્રણમાં રાખવા માગતા હોવ તો ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…

અદરકવાળી ચા

અદરકવાળી ચા શરદી-ઉધરસ અને ગળા સંબંધિત સમસ્યાઓમાં તો રાહત પહોંચાડે જ છે, પણ એની સાથે સાથે વજન ઉતારવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. દરરોજ ચા આદું નાખીને બનાવવામાં આવેલી ચાનું સેવન કરવામાં આવે તો વજન ઘટે છે, કારણ કે એમાં એન્ટિઓક્સિડેન્ટ્સ ગુણો હોય છે. આ એન્ટિઓક્સિડન્ટ્સને કારણે ઈમ્યુન સિસ્ટમ વધુ મજબૂત થાય છે. આ ચા બનાવવા માટે એક તપેલીમાં પાણી ઉકળવા મૂકોય હવે આ પાણીમાં આદું, હળદર અને તુલસીના પાંદડા નાખો. આ ત્રણે વસ્તુ નાખ્યા પછી થોડાક સમય સુધી પાણી ઉકળવા દો અને બાદમાં ગાળી લો. આ ચા પીવાથી વજન તો ઘટે જ છે પણ એની સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ચા ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

જીરુવાળી ચાઃ

જી હા, આપણે વઘારમાં જીરું નાખીએ છીએ કારણ કે જીરું વાનગીનો સ્વાદ વધારવાનું કામ કરે છે અને પાચનતંત્ર મજબૂત બનાવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વજન ઘટાડવા માટે પણ જીરાવાળી ચાને એક બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. આ ચા પીવાથી પેટના દુખાવો, અપચો અને ઝાડામાં રાહત મળે છે અને વજન પણ ઘટે જ છે. જીરુંવાળી ચા બનાવવા માટે એક ટોપમાં થોડું જીરું શેકી લો અને જીરું શેકાઈ ગયા બાદ તેમાં પાણી નાખીને ઉકળવા દો અને પાણીને ગાળી લો. આ ચામાં સ્વાદ અનુસાર થોડું મધ મિક્સ કરો. આવી ચા પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે અને ખૂબ જ ઝડપથી વજન ઘટવા વાહે છે.

તજની ચાઃ

લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે તજની ચા. આ ચા પીવાથી પણ વજનમાં ઘટાડો જોવા મળે છે. એન્ટીઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર તજની ચા વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. તજ તો આપણા ભારતીય રસોડામાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થાય છે. તજ ભોજનનો સ્વાદ વધારવાની સાથે જ આરોગ્ય માટે ફાયદાકારક છે. તજમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. તજવાળી ચા બનાવવા માટે તમારે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. હવે તેમાં તજ ઉમેરો. આ પાણીને સારી રીતે ઉકળવા દો. ઉકળ્યા બાદ આ મિશ્રણને ગાળી અને તેમાં તમારા સ્વાદ પ્રમાણે લીંબુ અને મધ ઉમેરો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ