પૈસા ડબલ કરવા છે? આ ધાસુ સ્કીમમાં ઈન્વેસ્ટ કરો પૈસા…

આજના સમયમાં પૈસા કમાવવા માટે ઘણા બધા ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ અવેઈલેબલ છે. જો તમે પણ કોઈ આવી જ સ્કીમની શોધમાં છો કે જ્યાં તમને લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ પર સારું ઈન્ટરેસ્ટ મળે તો અમે આજે અહીં તમારા માટે આવી જ એક ધાસુ સ્કીમ લઈને આવ્યા છીએ અને આ સ્કીમ છે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્ર તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ સ્કીમને પોસ્ટ ઓફિસની અત્યાર સુધીની બેસ્ટ સ્કીમ માનવામાં આવે છે. મજાની વાત તો એ છે કે આ સ્કીમમાં તમને તમારા પૈસા ડબલ કરવાનો ચાન્સ પણ મળે છે. આવો જોઈએ શું છે આ સ્કીમમાં…
આ સ્કીમ હેઠળ કોઈ પણ વ્યક્તિ સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સિવાય 10 વર્ષથી મોટી ઉંમરના બાશળકો પણ પોતાના નામે કેવીપી એકાઉન્ટ ખોલાવી શકે છે. કોઈ સગીર કે માનસિક રીતે અસ્થિર વ્યક્તિના માતા-પિતા પણ એકાઉન્ટ ખોલાવી સકે છે. અહીંયા તમારી જાણ માટે કે આ રકમ 115 મહિનામાં ડબલ થઈ જાય છે.
કિસાન વિકાસ પત્ર યોજનામાં ઓછામાં ઓછું 1000 રૂપિયા અને 100 રૂપિયાના મલ્ટિપ્લાયમાં રોકાણ કરી શકાય છે અને તેની ખાસ વાત એ છે કે તમે કેવીપીમાં જેટલા ઈચ્છો એટલા પૈસા રોકી શકો છો. આ સ્કીમમાં ખાતા ખોલવાની કોઈ પણ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
કેવીપી સ્કીમમાં રોકાણ કરવા પર તમને 7.5 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમમાં પૈસા રોકતાં જ તમારી રકમ 115 મહિનામાં જ બમણી થઈ જશે, જેનો અર્થ એવો થાય છે કે જો તમે એક લાખ રૂપિયા આ સ્કીમમાં રોકશો તો 115 મહિના બાદ તમને 2 લાખ રૂપિયા પાછા મળશે અને જો તમે કેવીપી ખાતામાં 20 લાખ રૂપિયા જમા કરશો તો 115 મહિના બાદ તમને 40 લાખ રૂપિયા પાછા મળી શકે છે.
કિસાન વિકાસ પત્ર સ્કીમ શેરબજારમાં ઉતાર-ચઢાવથી પ્રભાવિત નથી થતી. પોસ્ટ ઓફિસની સ્કીમ પર સરકારની ગેરન્ટી હોય છે અને તમને એ વાતની ચિંતા કરવાની જરૂર નથી હોતી કે તમને રિટર્ન મળશે કે નહીં. કેવીપી એકાઉન્ટ કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને ખોલી શકાય છે અને તે 115 મહિનામાં મેચ્યોર થઈ જાય છે.