Viral Video: ચાલી રહી હતી Office Meeting, અચાનક જ યુવતીએ ઉઠીને કર્યું કંઈક એવું કે…

આપણામાંથી ઘણા લોકોએ કોર્પોરેટ લાઈફ અને વર્ક લાઈફમાં અનેક વખત મીટિંગ્સ એટેન્ડ કરીએ છીએ અને એમાંથી ઘણી મીટિંગ્સ મજેદાર તો ઘણી મીટિંગ બોરિંગ પણ હોય છે. પરંતુ શું થાય જો ચાલુ મીટિંગમાં જ કોઈ અચાનક બોલીવૂડ સોન્ગ પર ઉઠીને ડાન્સ કરવા લાગે તો? સાંભળીને થોડું અજીબ લાગ્યું ને? પણ બોસ આવું હકીકતમાં થયું છે ચાલો તમને જણાવીએ આ અનોખી ઘટના વિશે અને ત્યાર બાદ શું થયું એના વિશે-
આ ઘટના પુણેની છે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં યુવતી મીટિંગમાં જ ઓ રંગરેઝ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોએ ધૂમ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં એક યુવતી પોતાના કો-વર્કર્સની સાથે એક કોન્ફરન્સ રૂમમાં બેઠેલી જોવા મળી રહી છે. આ યુવતી એક કન્ટેન્ટ ક્રિયેટર પણ છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. કરાઈ રહેલાં દાવા અનુસાર આ વીડિયોને આઠ લાખ લોકો જોઈ ચૂક્યા છે અને ચાર લાખ લોકો લાઈક કરી ચૂક્યા છે.
એવું કહેવાઈ રહ્યું છે કે આ યુવતી પુણે સ્થિત ઓફિસમાં મંથલી ટીમ મીટિંગ માટે કર્મચારીઓ ભેગા થયા હતા. આ જ દરમિયાન કેટલાક કર્મચારીઓ ઝૂમ દ્વારા પણ મીટિંગમાં જોડાયા હતા. આ બધા વચ્ચે અચાનક જ એક યુવતી મસ્ત મલંગ થઈને બોલીવૂડ સોન્ગ ઓ રંગરેઝ… પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. યુવતીનો આ બેબાક અને બિન્ધાસ્ત અંદાઝ જોઈને હાજર સૌકોઈ ચોંકી જાય છે અને ત્યાર બાદ તાળીઓ વગાડીને તેના વખાણ કરી રહ્યા છે.
આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું છે જ્યારે તમે તમારા રિઝ્યુમમાં હોબી તરીકે ડાન્સને મેન્શન કરો છો ત્યારે તમારી પહેલી ટીમ મીટિંગ કંઈક આવું હશે. વીડિયો જોઈને એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે આને જોઈને મારા જેવા ઈન્ટ્રોવર્ટને ગૂંગળામણ અનુભવાઈ રહી છે. બીજા યુઝરે લખ્યું હતું કે આ ખરેખર અવિશ્વનીય છે.