પતિની ઉંમર વધશે કે પતિ અમર થશે! કરવા ચોથ પર વાયરલ થયો આ વીડિયો, જોશો તો ખડખડાટ હસશો

Karva Chauth viral video: હિંદુ સનાતન ધર્મમાં પતિ-પત્નીને લગતા ઘણા વ્રતો પ્રચલિત છે. આ વ્રતમાં ગૌરી વ્રત, જયા-પાર્વતીનું વ્રત અને કરવા ચોથના વ્રતનો સમાવેશ થાય છે. આજે આસો વદ ચોથની તિથિ છે.
આ દિવસે કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. કરવા ચોથના વ્રતનું ખાસ વિધિવિધાન છે. જેનું મહિલાઓ પાલન કરતી હોય છે. જોકે, આજે કરવા ચોથના વ્રતનો એક એવો વીડિયો વાયરલ થયો છે. જેને જોનાર પોતાનું હસવું રોકી શકે તેમ નથી.
આપણ વાંચો: કરવા ચોથ જેવો નિર્જળા ઉપવાસ કોને ન કરવો જોઈએ? મહિલાઓ ખાસ જાણી લે આ વાત
અમર થઈ જશે પતિ
કરવા ચોથના દિવસે મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે નિર્જળા વ્રત કરે છે. મહિલાઓ રાત્રે ચાંદને જોયા બાદ પાણી પતિના હાથે પાણી પીને કરે છે. જોકે, આ ચાંદ જોવા માટેની એક ખાસ રીત છે.
કારતર વદ ચોથની તિથિના ચાંદને મહિલાઓ ચાળણીમાં જુએ છે. ત્યારબાદ તે જ ચાળણી વડે પોતાના પતિને જુએ છે. જોકે, આ જ રિવાજને લઈને સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થયો છે.
એક્સ પર વાયરલ થઈ રહેલા વીડિયો બે ભાગમાં છે. જેના પહેલા ભાગમાં એક પત્ની પોતાના પતિને નાની ચાળણીમાં જુએ છે. ‘હવે તો પતિની ઉંમર વધી જશે’ એવું આ વીડિયોમાં લખેલું છે. જ્યારે બીજા ભાગના વીડિયોમાં પત્ની પોતાના પતિને રેતી ચાળવાની ચાળણીમાં જોઈ રહી છે. ‘હવે તો પતિ અમર થઈ જશે’ એવું આ વીડિયોમાં લખેલું છે.
આપણ વાંચો: માથામાં સિંદુર, ગળામાં મંગળસૂત્ર, લાલ સાડી” સોનાક્ષીએ રાખ્યું કરવા ચોથનું વ્રત
‘હવે પતિ અમર થઈ જશે’ આ કેપ્શન સાથે VishalMalvi_ નામના એક્સ હેન્ડલ પર આ હાસ્યાસ્પદ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને અત્યારસુધી 3 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. યુઝર્સ કોમેન્ટ બોક્સમાં તેને ‘નવી શોધ’ ગણાવી રહ્યા છે.