તડપાઓગે તડપા લોઃ આ ગીત પર આવી રીલ તમે નહીં જોઈ હોય

કહેવાય છે બીમારી માણસના શરીર પહેલા મન પર વાર કરે છે. જો મન મજબૂત હોય તો બીમારી સામે લડવાનું સરળ બની જાય છે. મનોવિજ્ઞાન પણ કહે છે કે જે દરદી મનથી મજબૂત રહે તેને સારવારની અસર પણ જલદી થાય છે. એવા કેટલાય લોકો છે, જેઓ ગંભીર બીમારીઓ સામે અડિખમ ઊભા રહી ઝઝૂમે છે અને બીમારીને હરાવે નહીં તો પણ હંફાવે તો છે જ.
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દરદી કોણ છે અને ક્યાની છે તે અંગે માહિતી નથી, પરંતુ તેણે બનાવેલી એક રીલ ભારે વાયરલ થઈ છે. આ રીલમાં તેણે ફિલ્મ બરખાનું તડપાઓગે તડપા લો પર બેડ પર બેઠા બેઠા પર્ફોમ કર્યું છે. દરદી ઘણી જ યંગ દેખાય છે અને તે કેન્સરથી પીડિત હોવાનું જાણાઈ રહ્યું છે. નાની ઉંમરે તેણે માથાના વાળ સાવ ગુમાવી દીધી છે. તે ડોક્ટર સાથે છે અને તેમની સાથે તેણે રીલ બનાવી છે.
આ રીલ જોઈ લોકો તેના જુસ્સાને સલામ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ માત્ર રીલ નથી, પણ જીવન સામે જંગ લડવાની ટીપ છે. તો કોઈએ કહ્યું કે આની સ્માઈલ લાખો લોકોને હિંમત આપી રહી છે. અમુક સેલિબ્રિટીએ પણ તેનો વીડિયો લાઈક કર્યો છે.
આ વીડિયો @trizhasjourney સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર થયો છે. લગભગ 20 લાખ જેટલા વ્યુઝ આ વીડિયોને મળ્યા છે. લોકો આ દરદીની પોઝિટિવિટીને સલામ કરી રહ્યા છે.



