લંડનના બિહારીભૈયા અને બિહારી સમોસા બન્ને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છેઃ જુઓ વીડિયો...
સ્પેશિયલ ફિચર્સ

લંડનના બિહારીભૈયા અને બિહારી સમોસા બન્ને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છેઃ જુઓ વીડિયો…

ભારતીયો ભારતની બહાર પણ મોટી સંખ્યામાં વસે છે અને તેમની સાથે તેમની ખાણીપીણી, પહેરવેશ, બોલી અને રીતભાત પણ સાથે લઈ જાય છે.

યુનાઈટેડ કિંગડમ (યુકે)માં પણ ભારતીયો મોટી સંખ્યામાં છે અને તેમાં પણ લંડનની વાત કરીએ તો ગુજરાતીઓની અહિંયા બોલબાલા છે. લંડનનું વેમ્બલી ગુજરાતીઓના ગામ તરીકે જ ફેમસ છે. જોકે આપણે અહીં વાત ગુજરાતી નહીં પણ બિહારીબાબુની કરવાની છે. લંડનમાં સમોસા વેચતા આ બિહારીબાબુ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

વિદેશોમાં ભારતીય ભોજન મળે છે, તેનો ચટાકો ત્યાના સ્થાનિકો પણ લાગ્યો છે. અમેરિકા, યુકે,યુરોપના દેશોમાં સમોસા ખૂબ જ મોટા પ્રમાણમાં ખવાય છે. માત્ર ભારતીયો જ નહીં, વિદેશીઓ પણ આ ચાટના શોખિન છે. જે વીડિયો વાયરલ થયો છે તે લંડનમાં મળતા સમાસા ચાટનો છે.

અહીં વિદેશીઓ પણ ખાતા દેખાય છે. જોકે એક મહિલા અહીં બે સમોસાની પ્લેટનો જે ભાવ કહે છે તે જાણીને આપણને નવાઈ લાગશે. અહીં બે સમોસાની પ્લેટના ભાવ પાંચ પાઉન્ડ એટલે કે 600 રૂપિયા છે. મહિલા એમ કહેતી પણ સંભળાઈ છે કે બહાર તો પાંચ પાઉન્ડમાં પાંચ સમોસા મળે છે.

અકાઉન્ટથી શેર થયેલા વીડિયોમાં બિહારી બાબુ પોતાના સમોસાના વખાણ કરે છે અને તે પણ એકદમ બિહારી સ્ટાઈલમાં. આ વીડિયોને 80 લાખ લોકોએ જોયો છે અને સાડા ત્રણ લાખ લોકોએ લાઈક કર્યો છે. તેના વીડિયો પર ઈન્ટરેસ્ટિંગ કમેન્ટ્સ પણ આવી રહી છે.

અમુક કહે છે કે 600 રૂપિયામાં તો આખા મહોલ્લામાં સમોસા આવી જાય તો એક યુઝરે લખ્યું છે કે એનઆરઆઈ આટલા માટે જ ભારતનું ખાવાનું યાદ કરે છે. તમે પણ જુઓ વીડિયો અને જાણો 300 રૂપિયાનું એક સમોસું કેવું છે.

આ પણ વાંચો…રાત્રે 2 વાગ્યે ફૂડ ઓર્ડર કર્યું, ડિલિવરી બોયે આવીને એવી વાત કહી કે…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button