લેસન કર્યા વગર ટ્યુશન ગયેલી બાળકીએ એવો જવાબ આપ્યો કે શિક્ષક ચોંકી ગયા, જુઓ વાયરલ વીડિયો...
સ્પેશિયલ ફિચર્સ

લેસન કર્યા વગર ટ્યુશન ગયેલી બાળકીએ એવો જવાબ આપ્યો કે શિક્ષક ચોંકી ગયા, જુઓ વાયરલ વીડિયો…

Viral video: સોશિયલ મીડિયામાં ઘણી વસ્તુઓ વાયરલ થાય છે. આજકાલ શાળાના બાળકોના વીડિયો ઘણા વાયરલ થઈ રહ્યા છે. ઘણા શિક્ષકો પોતાના વર્ગખંડમાં થતી પ્રવૃત્તિઓના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે.

જેને લોકો પસંદ કરે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાનકડી બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાળકી ટ્યુશનમાં લેસન કરીને ગઈ નથી.

મારો હાથ દુખે છે, દીદી લેસન કરે છે
લેસન કર્યા વગર ગયેલી બાળકની શિક્ષક સવાલ કરે છે. ત્યારે તે બાળકી જે જવાબ આપે છે, તેને સાંભળીને શિક્ષક પણ ચોંકી જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના gujjuallrounder નામના આઈડી પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

https://twitter.com/gujjuallrounder/status/1967934090960834753

વીડિયોમાં જોઈ શકાય છે કે, શિક્ષક બાળકીને પૂછે છે કે, જે લેસન આપ્યું હતું તે કેમ પૂરૂ કર્યું નથી. તેના જવાબમાં આંખમાં કાજલ આંજીને આવેલી બાળકી રમતિયાળ હાવભાવ સાથે કહે છે, “દીદી કરે છે.” ત્યારે શિક્ષક પૂછે છે કે, “તમે લેસન નથી કરતા?” જવાબમાં બાળકી કહે છે કે, “મારો હાથ દુખે છે, એટલે દીદી કરે છે.”

ત્યારબાદ શિક્ષક કહે છે કે, “તમે લેસન નહીં કરો તો હોશિયાર કેવી રીતે થશો?” બાળકી કહે છે કે, “આજે મારી રજા છે” શિક્ષક કહે છે કે, “રજા આવતીકાલે છે.” અંતે બંને વચ્ચે રજાને લઈને બહસ થઈ જાય છે.

અત્યાર સુધી આ વીડિયોને 25 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે એક હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. લોકો કોમેન્ટ બોક્સમાં બાળકીના નટખટ સ્વભાવના વખાણ કરી રહ્યા છે.

એક યુઝર્સે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “મારો હાથ દુખે છે.” બીજા યુઝર્સે લખ્યું કે, “કેટલું પ્રેમથી બોલે છે.” અન્ય એક યુઝર્સે લખ્યું કે, “લેકમે આઈકોનિક કાજલ, કાજલ ઈતના ગહેરા કી ટીચર કો ભી માત દે.”

આ પણ વાંચો…કોણ છે ખુશી મુખર્જી? વાયરલ વીડિયોથી કમાયા ₹ 10 કરોડ, જાણો તેની કુલ સંપત્તિ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button