રીલ બનાવતી યુવતી સાથે થયો ‘કાંડ’: બકરીએ આવીને કર્યું એવું કામ કે પછી જોવા જેવી થઈ, જુઓ વાયરલ વીડિયો

નવી દિલ્હી: સોશિયલ મીડિયાના યુગમાં, જ્યાં દરેક વ્યક્તિ રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે, ત્યાં ક્યારેક અજાણતામાં એવી કોમેડી થઈ જાય છે કે દર્શકો હસ્યા વગર રહી શકતા નથી. આવો જ એક મજેદાર વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતીને બકરી સાથે રીલ બનાવવી ભારે પડી છે.
બકરીનો મૂડ બદલાયો અને હુમલો કર્યો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર Rainmaker1973 નામના યુઝરનેમ દ્વારા “ઇન્ફ્લુએન્સર દોરડાની લંબાઈની ગણતરી કરી શક્યો નહીં”ના કેપ્શન સાથે એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી રીલ બનાવી રહી છે અને એક બકરી તેની તરફ દોડીને આવે છે. જોકે, બકરી દોરડાથી બાંધેલી હોવાથી દોડતી અટકી જાય છે અને યુવતીથી થોડે દૂર ઊભી રહે છે. યુવતીને વિશ્વાસ થઈ જાય છે કે બકરી તેના સુધી પહોંચી શકશે નહીં.
આપણ વાચો: સેટ પર આવીને રીલ્સ બનાવતા સ્ટાર પર કોને આવે છે ગુસ્સો
પરંતુ, અચાનક બકરીનો મૂડ બદલાઈ જાય છે. તે થોડી પાછળ ખસીને જોરદાર આંચકો મારે છે અને તેના શિંગડા વડે યુવતીને જોરથી ટક્કર મારે છે. આ ટક્કરથી યુવતીની હાલત કફોડી થઈ જાય છે અને તે જમીન પર પછડાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયોના 11 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 40,000થી વધુ લોકોએ તેને લાઇક કર્યો છે.
આપણ વાચો: છાકટા થાઓ, છવાઇ જાઓ: અપુન ભી ફેમસ હોગા !
એન્ટિ-ઇન્ફ્લુએન્સર બકરી
આ વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ અવનવી વાયરલ થયો છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “બકરી કહ્યું, કેમેરાથી દૂર રહો!” અન્ય એક યુઝરે મજાકમાં ટિપ્પણી કરી, “આ બકરી નથી, તે એક એન્ટિ-ઇન્ફ્લુએન્સર છે.” બીજા એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “છોકરી રીલ બનાવી રહી હતી, પણ બકરીએ શો ચોરી લીધો.”
ઉલ્લેખનીય છે કે, આ ઘટના દર્શાવે છે કે રીલ બનાવતી વખતે માત્ર કોરિયોગ્રાફી જ નહીં, પણ આસપાસના પ્રાણીઓના મૂડનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.



