સ્પેશિયલ ફિચર્સ

Viral Video: ચાલતી ટ્રેનમાં OBHS સ્ટાફે તોડ્યો નિયમ, રેલવેએ કરી મોટી કાર્યવાહી

સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો વાઈરલ થયો હતો, જ્યાં ચાલતી ટ્રેનમાંથી રેલ કર્મચારીએ રેલવેના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. ચાલતી ટ્રેનમાંથી રેલવેનો કર્મચારી કચરો ફેંકતો જોવા મળ્યો હતો.

તાજેતરમાં એક વાઈરલ વીડિયોમાં રેલવે કર્મચારી (ઓન બોર્ડ હાઉસ કીપિંગ સ્ટાફ (ઓબીએચએસ)એ ચાલતી ટ્રેનમાં કચરો ફેંકતો જોવા મળ્યો હતો, જે વાઈરલ થયા પછી રેલવે પ્રશાસને પણ તેની સામે કાર્યવાહી કરી છે.

ચાલતી ટ્રેનમાં ડસ્ટબિનમાં પડેલા કચરાને ઓનબોર્ડ હાઉસકીપિંગ સ્ટાફે બહાર ફેંકતો હતો, ત્યારબાદ કચરો પૂરો થયા પછી દરવાજો બંધ કરીને હસતો જોવા મળ્યો હતો. જોકે, આ કર્મચારીનો વીડિયો યૂઝરે શેર કરીને અનેક સવાલ કર્યા હતા.

આપણ વાંચો: થાણેમાં તીનહાથ નાકા નજીક કારમાં લાગી અચાનક આગ, વીડિયો વાઈરલ

સોશિયલ મીડિયા પર ધ સ્કિન ડોક્ટર નામના યૂઝરે સવાલ કર્યો હતો કે આ મહાશય ટ્રેક પર કચરો ફેંકે છે, જુઓ ઈન્ડિયન રેલવેની શું હાલત છે. કમેન્ટરી આપતા તેમને રોકવામાં આવ્યા હતા, ત્યારબાદ બીજા યૂઝરે તેમને રોક્યા પણ હતા જેને હસતા હસતા રેલ કર્મચારીએ જવાબ પણ આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ અવનવી પ્રતિક્રિયાઓ આપી હતી.

ભારતીય રેલવેએ ખૂદ ટ્રેનમાં ડસ્ટબિનની વ્યવસ્થા રાખી છે, જેથી પ્રવાસીઓ ટ્રેક પર કચરો ફેંકે નહીં. જો, ઓનબોર્ડ હાઉસકીપિંગ સ્ટાફ કચરો ટ્રેક પર નાખે તો શું કરવાનું? અનેક લોકોએ તેમની ટીકા પણ કરી હતી. આ ફરિયાદ અંગે રેલવેએ સંજ્ઞાન લઈને સંબંધિત સ્ટાફ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી.

રેલવેસેવા નામના યૂઝર એકાઉન્ટ પરથી જણાવવામાં આવ્યું હતું કે સ્પેશિયલ ટ્રેન (04115)માં ડ્યૂટી પરના સ્ટાફ કંચન લાલને નોકરીમાંથી હટાવવામાં આવે છે, જ્યારે ઓબીએચએસ કોન્ટ્રાક્ટરને પર જંગી પેનલ્ટી ફટકારવામાં આવી હોવાની ટ્વિટ પણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button