Viral Video: આ કાકાએ તો ભારે કરી, એક ભૂલ અને સીધું યમલોક…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ કોઈને કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા હોય છે. હવે એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક આધેડ વ્યક્તિ નાના બાળકની જેમ મંદિરની રેલિંગ પર સ્લાઈડ કરતાં કરતાં નીચે ઉતરી રહ્યા છે અને જીવનનો આનંદ માણી રહ્યા છે. આ વીડિયોને જોશો તો તમને ખ્યાલ આવશે કે એ વ્યક્તિ એવા રેલિંગ પર સ્લાઈડ કરતાં હતા જે ખાઈના કિનારા પર આવેલી હતી. આ વીડિયો જોઈને યુઝર્સના શ્વાસ થંભી ગયા હતા અને તેઓ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે આ વીડિયો પર…
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે એક મંદિર જેના પગથિયા એકદમ સ્ટિફ છે, અને બીજી બાજુ ખાઈ આવેલી છે. એક ખોટું પગલું અને સીધું સ્વર્ગ દર્શન. પરંતુ આ કાકાને કોઈ ડર નથી. તેઓ બાળકની જેમ રેલિંગ પરથી સ્લાઈડ કરીને નીચેની તરફ જઈ રહ્યા છે. બસ ફરક એટલો જ છે કે બાળકોના ચહેરા પર સ્લાઈડ કરીને સ્માઈલ આવે છે અને અહીં સરકી જતાં સીધી ઉપરની ટિકિટ આવી જાય.
આ વીડિયો જોયા બાદ યુઝર્સને પોતાની જાતને કમેન્ટ કરતાં રોકી શક્યા નહોતા. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ શું ભાઈએ જિંદગીથી રિટાયરમેન્ટ લેવાનું પ્લાન કરી દીધું છે. અત્યાર સુધીમાં લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને તેના પર કમેન્ટ કરી રહ્યા છે.
આ વીડિયો રિયલતૂફાનઓઝા નામની આઈડી પર એક્સ પર શેર કરવામાં આવ્યો છે. કેટલાક યુઝર્સ આ વીડિયો પર લાઈક કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ આ કાકા માટે દુઆ માંગી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું ગણતરીના લાઈક્સ અને વ્યુઝ માટે લોકો પોતાનો જીવ જોખમમાં મુકે છે. મંદિર જેવી જગ્યાએ લોકો ભગવાનના આશિર્વાદ લેવા જાય છે, પણ ત્યાં આ સ્ટન્ટ કરવા ખૂબ જ વાહિયાત છે. જરા વિચાર કરો કે રેલિંગ તૂટી જાય કે પગ લપસી જાય તો? અંકલ સીધા પરલોક પહોંચી ગયા હતો.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ તો સીધું ભગવાનને મળવાનો બાયપાસ શોધી લીધો છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે ભાઈએ જિંદગીના બધા ઈએમઆઈ ચૂકવી દીધા છે હવે સીધા ફાઈનલ ડેસ્ટિનેશન પર… ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે ભાઈ તમે જિંદગીથી કંટાળી ગયો છે, કે આટલી જલદી શું છે?
આપણ વાંચો : દિવસના આ સમયે સ્નાન કરવું મનાય છે અશુભ, તમે પણ નથી કરતા ને આ ભૂલ??