આ તે જંગલનો રાજા કે પછી રોકસ્ટાર! સિંહની કર્લી હેરસ્ટાઇલ જોઈને યુઝર્સ ચોંકી ઉઠ્યા, વીડિયો થયો વાઈરલ | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

આ તે જંગલનો રાજા કે પછી રોકસ્ટાર! સિંહની કર્લી હેરસ્ટાઇલ જોઈને યુઝર્સ ચોંકી ઉઠ્યા, વીડિયો થયો વાઈરલ

જંગલના રાજા કહેવાતા સિંહનું નામ લઈએ તો આંખો સામે તરવરી ઉઠે તેની રોયલ વોક, શાહી અંદાજ અને ઘટાદાર કેશવાળી… પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક સિંહની વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં જંગલનો રાજા એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં સિંહ એકદમ નવા જ પ્રકારની હેરસ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે અને આ સિંહને નેટિઝન્સ કર્લી હેર લાયનના નામથી બોલાવી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @silent_whispers.photography નામની આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જંગલ ખૂબ જ શાનથી ફરતો દેખાઈ રહ્યો છે. પરંતુ તેની કેશવાળી બાકી સિંહો કરતાં થોડી જુદી છે. સામાન્યપણે સિંહોની કેશવાળીના વાળ સીધા હોય છે, પરંતુ આ વાઈરલ થઈ રહેલા સિંહની કેશવાળીના વાળ ઘૂંઘરાળા છે.

આપણ વાચો: Video: બરડા જંગલ સફારીમાં એક સાથે 11 બાળ સિંહ જોવા મળતા પ્રવાસીઓ ખુશખુશાલ…

આ વીડિયો સોશિયલ મીડિયા તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે જાણે આ સિંહે કોઈ સેલોંમાં જઈને હેર કર્લ્સ કરાવ્યા છે. યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ તો લાયન નહીં પણ જંગલનો રોકસ્ટાર છે. શેર કર્યાના થોડાક સમયમાં જ આ વીડિયોને હજારો લાઈક્સ આવી ચૂક્યા હતા અને હવે તો આ એક વાઈરલ ટ્રેન્ડ બની ગયો છે.

વાત કરીએ કે આ સિંહની કેશવાળીના વાળ કેમ કર્લી છે એની તો આ પાછળ જેનેટિક્સ કે હવામાનની અસર એવા બે પ્રમુખ કારણો હોઈ શકે છે. વરસાદમાં ભીંજાયા બાદ જ્યારે વાળ સૂકાય છે ક્યારે તેમાં કર્લ્સ બની જાય છે. આ સિવાય હવામાં રહેલો ભેજ અને વાતાવરણની ઠંડક પણ આ અનોખી હેરસ્ટાઈલનું કારણ હોઈ શકે છે.

વાઈલ્ડલાઈફ એક્સપર્ટ્સના મતે સિંહની કેશવાળીનો રંગ અને બનાવટ તેની ઉંમર, સ્વાસ્થ્ય અને જળવાયુ સાથે સંકળાયેલી હોય છે. જેટલી મોટી અને ચમકદાર કેશવાળી હશે એટલે સિંહ વધારે સ્વસ્થ, મજબૂત અને આકર્ષક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ સિંહની કર્લી હેર સ્ટાઈલ તેની હેલ્થ કે જેનેટિક વેરિએશનનું સંકેત હોઈ શકે છે.

આ કર્લી હેયર લાયન હવે માત્ર જંગલનો જ નહીં પણ ઈન્ટરનેટ પર પણ રાજા બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો કર્લી લાયન કહીને શેર કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વીડિયો શેર કરતાં મજાકમાં કહી રહ્યા છે કે આ સિંહને પણ એક શેમ્પુ બ્રાન્ડ ડિલની જરૂર છે.

તમે પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો અને આ વિશે તમારું શું માનવું છે એ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને જણાવો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button