ઉધાર આપવાથી બચવા દુકાનદારે લગાવ્યું ગજબનું ભેજું, તમે પણ જોશો તો…
આપણે ત્યાં ઘણી જગ્યાએ દુકાનો પર ઉધાર ખાતું ચાલે છે, પરંતુ સોશિયલ મીડિયા પર હાલમાં એક દુકાનદારે ગ્રહકોને ઉધાર ના આપવું પડે એટલે એક એવું બોર્ડ લગાવ્યું હતું કે જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. એટલું જ નહીં તમે પણ આ બોર્ડ જોઈને કહેશો કે ભાઈ ગજબ દિમાગ લગાવ્યું છે આ ભાઈએ કો… આ બોર્ડ વાંચ્યા પછી તો કોણ જ ઉધાર માંગશે? ચાલો જોઈએ આખરે એવું તે શું લખ્યું છે દુકાનદારે આ બોર્ડ પર..
સોશિયલ મીડિયા પર ક્યારે શું વાઈરલ થઈ જાય કંઈ કહી શકાય નહીં. દરરોજ સેંકડો પોસ્ટ વાઈરલ થતી હોય છે. આજે અમે અહીં તમારા માટે જ એક આવી જ વાઈરલ પોસ્ટની માહિતી લઈને આવ્યા છીએ. હાલમાં સોશિયલ મીડિયા પર એક દુકાનદાર અને તેણે દુકાન પર લગાવેલું બોર્ડ વાઈરલ થઈ રહ્યું છે.
આપણ વાંચો: Viral Video: નક્સલીઓને ઠાર માર્યા બાદ જવાનોએ કર્યું સેલિબ્રેશન, સોશિયલ મીડિયા પર છવાયા…
દુકાનદારે લગાવેલા પોસ્ટરમાં તેણે લખ્યું છે કે કૃપા કરીને અમારી પાસેથી ઉધાર માંગશો નહીં, અમે ખુદ જ લોન (ઉધાર) લઈને બેઠા છીએ. હવે તમે જ વિચારો કે દુકાન પર લગાવેલું આ બોર્ડ જોઈને કોણ માઈનો લાલ દુકાનદાર પાસે ઉધાર માંગવાની હિંમત કરશે? આ ફોટો ક્યાંનો અને ક્યારનો છે એના વિશે ચોક્કસ જાણકારી તો નથી મળી શકી, પરંતુ ફોટો છે એકદમ ગજબ…
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ ફોટો @VishalMalvi_ નામના એક્સ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં આ ફોટોને એક લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. યુઝર્સ આ ફોટો પર મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ એકદમ મજેદાર છે. બીજા એક યુઝરે લખ્યું કે લોન વાલા પાન. ત્રીજા યુઝરે તો વળી કહ્યું કે ભાઈ આ શું ચાલી રહ્યું છે? ચોથા એક યુઝરે લખ્યું છે કે હજી છોકરીઓ પર પૈસા ઉડાવો…
આપણ વાંચો: બોલિવૂડ અભિનેત્રીનો થયો ભયંકર અકસ્માત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
ભાઈ સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકો વાઈરલ થવા માટે ઉટપટાંગ હરકતો કરતાં હોય છે એ તો સાંભળ્યું અને જોયું પણ છે, પરંતુ દુકાનદારે કયા કારણસર આવું બોર્ડ લગાવ્યું હશે એ તો રામ જાણે, પણ ભાઈ તમ તમારે મોજ કરો ને…