પાકિસ્તાની કાકાનો દેશી જુગાડ થયો વાયરલ; લોકોએ કહ્યું – સુરક્ષા હોય તો આવી…

Pakistani Uncle Desi Jugaad: વિશ્વમાં રોડ અકસ્માતને કારણે રોજ હજારો લોકોના મોત થતા હોય છે. સ્વાભાવિક છે કે, દરેકને પોતાનો જીવ વ્હાલો હોય અને તે પોતાનો જીવ બચાવવા માટે પ્રયત્ન કરવાનો જ છે. અત્યારે પાકિસ્તાના એક કાકાનો વીડિયો સોશિલય મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાની કાકાએ અકસ્માતથી બચવા માટે પોતાના બાઈકને અનોખી રીતે મોડીફાઇ કર્યું છે.
બાઈકની સરખામણી ‘Z Plus સુરક્ષા’ સાથે કરવામાં આવી
પાકિસ્તાની કાકાએ અનોખો અને દેશી જુગાડઅપનાવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ક્લિપમાં જોઈ શકાય છે કે, આ કાકાએ તેમના બાઇકની આસપાસ લોખંડની પાઈપો લગાવી છે. સોશિયલ મીડિયામાં લોકો આને આ જુગાડને ‘Safety Ultra Max Pro’ કહી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો તો કાકાના બાઈકની સરખામણી ‘Z Plus સુરક્ષા’ સાથે કરી રહ્યાં છે. આ કાકા અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.
આપણ વાંચો: ગજબ જુગાડ ! યુવતીએ એરપોર્ટ પર લગેજનું પાંચ કિલો વજન ઓછું કરી દીધું, વિડીયો વાયરલ
બાઈકના સંતુલન માટે બન્ને બાજુ વ્હીલ પણ લગાવ્યાં
અકસ્માતથી બચવા માટે આ જુગાડ ખરેખર ખુબ જ ઉપયોગી છે. કાકાએ એવો જુગાડ કર્યો કે, કોઈપણ અથડામણથી બાઇકને ભાગ્યે જ કોઈ નુકસાન થશે. એટલું જ નહીં પરંતુ બાઇકનું સંતુલન જળવાઈ રહે તે માટે બન્ને બાજુ બે બે વ્હીલ પણ લગાવ્યાં છે.
ઘણાં લોકો કાકાના જુગાડને પસંદ કરી રહ્યાં છો કેટલાક લોકો મજાક પણ ઉડાવી રહ્યાં છે. કાકાએ જે રીતે મગજનો ઉપયોગ કર્યો તેના માટે સલામ છે, પરંતુ અન્ય કેટલીક બાબતો વિશે પણ વિચાર કરવો પડે તેમ છે.
આ જુગાડના કારણે ટ્રાફિકના નિયમોનો ભંગ થાય તેનું શું?
પાકિસ્તાની કાકાની આ જુગાડમાં બન્ને બાજુ વિચાર કરવો પડે! એક તો આ જુગાડથી તેઓ પોતે અકસ્માતથી બચી શકે છે, પરંતુ ટ્રાફિકના નિયમોનું શું? આનાથી રોડ પર અન્ય લોકોને તો અડચણો આપવાની જ છે. ઘરે બેસીને આવી કોઈ જુગાડ કરતા પહેલા નિયમોને જાણી લેવા જોઈએ, નહીં તો પછી તમારે દંડ ભરવાનો પણ વારો આવી શકે છે. પરંતુ છતાં સોશિયલ મીડિયામાં તો કાકાની વખાણ અને નિંદા બન્ને થઈ રહ્યાં છે.