એરપોર્ટના એરોબ્રિજ પર ભૂતિયા લોકો કે પછી…? વાઈરલ વીડિયોનું રહસ્ય જાણી ચોંકી જશો…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને અનેક વખત સોશિયલ મીડિયા પર એવી એવી ઘટનાઓના વીડિયો જોવા મળે છે કે જે જોઈને તમને તમારી આંખો પર ભરોસો નહીં થાય. આજે અમે અહીં તમને આવી જ એક ઘટના વિશે જણાવીશું. આ ઘટનામાં વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે એરપોર્ટના એરોબ્રિજ પર લોકો એવા પ્લેનમાંથી ઉતરી રહ્યા છે જે હકીકતમાં ત્યાં હતું જ નહીં. આ વીડિયોને કારણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. આવો જોઈએ શું છે આખો મામલો-
સોશિયલ મીડિયા પર હાલમાં એક એરપોર્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એરપોર્ટ પરના એરોબ્રિજ પર લોકોની અવરજવર દેખાઈ રહી છે, જ્યારે કે એરોબ્રિજ સાથે કોઈ ફ્લાઈટ કનેક્ટેડ હતી પણ નહીં. એટલું જ નહીં આ વીડિયોમાં જેટલા ઝડપથી પડછાયા ચાલતા જોવા મળી રહ્યા છે કે તમને એવું જ લાગે કે એ લોકો ચાલતા નથી પણ હવામાં તરી રહ્યા છે. આ વીડિયોને લઈને નેટિઝન્સ જાત-જાતના તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે.
આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર જાત-જાતની પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે વીડિયોમાં દેખાઈ રહેલાં આ પડછાયા ફુકેટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલી દુર્ઘટનામાં માર્યા ગયેલાં લોકોની આત્માઓ છે. કેટલાક લોકો આ ક્લિપને વન ટુ ગો એરલાઈન્સની ફ્લાઈટ 269ની ટ્રેજેડી સાથે જોડી રહ્યા છે. એ દુઃખદ ઘટનામાં 90 લોકોના મૃત્યુ થયા હતા.
વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @scarycounter નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી હજારો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે એ ઈમેજેસ હવામાં તરી રહી છે અને એમને કદાચ ખ્યાલ પણ નથી કે તેઓ મરી ચૂક્યા છે. એ લોકો એ જ કામ કરી રહ્યા છે જે તેઓ મૃત્યુ પહેલાં કરી રહ્યા હતા. બીજા એક યુઝરે લખ્યું હતું કે જો ધ્યાનથી જોશો તો ખ્યાલ આવે છે કે તેઓ ચાલી નથી પણ હવામાં તરી રહ્યા છે.
હકીકતની વાત કરીએ તો આ વીડિયો પાછળની રિયલ સ્ટોરી હોરર નહીં પણ સાયન્ટિફિક છે. બ્રિટનની એક વેબસાઈટે 2017માં પોતાના એક રિપોર્ટમાં આ વીડિયો પાછળની સચ્ચાઈ જણાવી હતી. રિપોર્ટ અનુસાર આ તરતા દેખાઈ રહેલાં લોકો એ એરોબ્રિજના ચમકી રહેલાં કાચ પર પડી રહેલાં પ્રકાશ અને લોકોનું રિફ્લેક્શન છે.
એરોબ્રિજની ટ્રાન્સપરન્સી અને રિફ્લેક્ટિવ કાચ, ત્યાં હાજર લોકો અને પ્રકાશને કારણે આવો આભાસ ઊભો થયો હતો અને એવું લાગી રહ્યું હતું કે લોકો હવામાં તરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો આ વીડિયો એક ઓપ્ટિકલ ઈલ્યુઝનનો હિસ્સો છે, જેને જોઈને લોકોએ આ ઘટનાને ભૂતિયા કે હોન્ટેડ માની લીધી. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…