આ વિદેશી ધરતી પર બની જશો કરોડપતિ, પહોંચવાનો ખર્ચ પણ છે એટલો ઓછો કે…

વિદેશયાત્રા પર જવાની વાત કરીએ તો મગજમાં સૌથી પહેલાં વિચાર આવે બજેટનો. વિદેશયાત્રાને લઈને આપણા સૌના મગજમાં એક વસ્તુ ઉંડે સુધી ઘર કરી ગઈ છે કે ફોરેન ટૂર્સ હંમેશા મોંઘી જ હોય છે. પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયામાં એવી જગ્યા પણ છે કે જ્યાં જઈને તમે કરોડપતિ બની જશો અને પાછું ત્યાં જવાનો ખર્ચ પણ એટલો બધો નથી. ચાલો તમને જડણાવીએ આ અનોખા ફોરેન ડેસ્ટિનેશન વિશે.
Also read : શરૂ થઈ રહ્યા છે હોળાષ્ટક, આ કામ કરવાથી બચો નહીંતર…

અમે અહીં જે ફોરેન ડેસ્ટિનેશન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે વિયેટનામ. સાઉથ એશિયાનો આ ખાસ દેશ ખૂબ જ સુંદર છે અને ફરકવા માટે એકદમ બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન છે. તમારી જાણ માટે કે વિયેટનામમાં રૂપિયાનું મૂલ્ય સૌથી વધુ છે. એક ભારતીય રૂપિયાનું મૂલ્ય 299 વિયેટનામી ડોંગ છે. ટૂંકમાં કહીએ તો અહીં તમે ઓછા પૈસામાં પણ લખપતિ, કરોડપતિ બની શકો છો.
વિયેટનામમાં અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે જેમાં હાલોંગ બે ટોપ પર છે. આ સ્થળ ખૂબ જ ઐતિહાસિક થછે અને અહીંની ગૂફા જોવા માટે લોકો ક્યાક આ જંક બોટ ભાડા પર લઈને જાય છે. આ સિવાય અહીં 1969માં ચૂનાના પથ્થરોના ટાપુ આવેલા છે જે 500 મિલિયન વર્ષ જૂના ઈતિહાસને દર્શાવે છે.
આ ઉપરાંત વિયેટનામમાં તમે ગોલ્ડન બ્રિજની મુલાકાત પણ લઈ શકો છો. 3,280 ફૂટની ઉંચાઈ પર આવેલા આ બ્રિજનો રંગ ગોલ્ડન છે અને એની ડિઝાઈન પણ એકદમ અનોખી છે. આ બ્રિજ 2018માં પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આજે તેનો સમાવેશ વિયેટનામના બેસ્ટ ટુરિસ્ટ પ્લેસમાં કરવામાં આવે છે.
Also read : આ છે દુનિયાનું સૌથી મોંઘુ ટોઈલેટ, બનાવવા માટે કરાયો છે અબજોનો ખર્ચ…
જો તમે પણ વિયેટનામની સંસ્કૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યને ખૂબ જ નજીકથી જોવા માંગો છો તો હનોઈથી 135 કિમી દૂર સ્થિત ચાઉ ગામની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. ભારતીય નાગરિકો વિયેટનામમાં આવીને કરોડપતિ બની જાય છે. હવે જ્યારે પણ ફોરેન ટૂરનો પ્લાન બનાવો ત્યારે ચોક્કસ જ વિયેટનામનું નામ તમારા બકેટ લિસ્ટમાં હોવું જ જોઈએ.