સ્પેશિયલ ફિચર્સ

ન ધન-વૈભવ, ન ચમક… છતાં આ છે સૌથી અમીર દિવાળી, દંપતીની પૂજાએ શીખવ્યો ભક્તિનો પાઠ…

હિન્દુ ધર્મમાં દિવાળી સૌથી મોટો અને ચમકદાર તહેવાર છે, જ્યાં નવા વસ્ત્રો, મીઠાઈઓ, ભેટો અને ફટાકડા સાથે ધૂમધામથી ઉજવવામાં આવે છે. પરંતુ જો આ બધું ન હોય તો શું દિવાળી નહીં મનાવાય? આ પ્રશ્નનો જવાબ એક વાયરલ વીડિયોમાં મળે છે, જે બતાવે છે કે દિવાળીનું સાચું મહત્વ ધન કે વૈભવ નહીં, પરંતુ મનની શ્રદ્ધા અને ભક્તિ છે. લક્ષ્મી પૂજન માટે અમીરી-ગરીબીનો કોઈ ભેદ નથી – બસ હૃદયમાં આસ્થા હોવી જોઈએ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દંપતી કાચા ઘરમાં સાદી પદ્ધતિથી લક્ષ્મી-ગણેશ પૂજન કરે છે. મંદિર કે ચમકદાર સામગ્રી વગર, જમીન પર બે મૂર્તિઓ મૂકીને તેઓ ભક્તિભાવથી આરતી અને પ્રાર્થના કરે છે. આ દૃશ્ય બતાવે છે કે સાચી શ્રદ્ધા કોઈ સીમાઓમાં બંધાતી નથી અને દિવાળીનો અસલ અર્થ ધન નહીં, પરંતુ પ્રેમ અને વિશ્વાસમાં છે.

આ વીડિયો X પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકો જોઈ લીધો છે. વીડિયોમાં કાચું ઘર, જમીન પર મૂર્તિઓ અને દંપતીની સાદગીભરી પૂજા દેખાય છે. આ દૃશ્યે લોકોના હૃદયને સ્પર્શ્યું છે.
આ વીડિયો પર ઘણા લોકોએ યુઝરે કોમેન્ટ કરી પ્રેમ વરસાવ્યો છે. એક યુઝરે લખ્યું કે, મંદિરમાં ભગવાન જોવા માટે પણ શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધા જ ભગવાન છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આવી પૂજા જીવનમાં ક્યારેય નથી જોઈ. આ પૂજામાં પ્રેમ, સ્નેહ, વિશ્વાસ, ત્યાગ અને સમર્પણ બધુ જ છે. જો આવી શ્રદ્ધાથી દરેક ઘરે પૂજા થાય તો ભગવાન કેમ ન આવે?’

આ વીડિયો એક મોટો સંદેશ આપે છે કે દિવાળીનો તહેવાર બાહ્ય ચમક કે ધનથી નહીં, પરંતુ અંતરની શુદ્ધતા અને ભક્તિથી ચમકે છે. ગરીબી કે સાદગી આસ્થાને રોકી શકતી નથી. આવા દૃશ્યો આપણને યાદ અપાવે છે કે ભગવાન માટે મોટું મંદિર કે મોંઘી સામગ્રી નહીં, પરંતુ સાચું હૃદય જરૂરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button