Viral Video: કાઝીરંગામાં ગેંડાનો આક્રમક મિજાજ જોશો તો…

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. પરંતુ આ બધામાં વીડિયોમાં નેટિઝન્સને વાઈલ્ડ લાઈફ સંબંધિત વીડિયો ખૂબ જ પસંદ આવે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો આસામમાં આવેલા કાઝિરંગા નેશનલ પાર્કનો છે અને આ વીડિયોમાં એક ગેંડો આક્રમક મૂડમાં અહીંયા ત્યાં દોડતો દેખાઈ રહ્યો છે અને ત્યાં ઉભેલી ટુવ્હીલર્સ પર અટેક કરી રહ્યો છે. આવો જોઈએ શું છે આ આ વાઈરલ વીડિયોમાં…
આપણ વાંચો: બર્થડેના એક દિવસ પહેલાં જ રણવીર સિંહે કેમ તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી? બધું બરાબર તો છે?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે કાઝિરંગા નેશનલ પાર્કથી 150 કિમી દૂર એક ગેંડો ગુસ્સામાં અહીંયા ત્યાં દોડતો દેખાય છે અને તે તેની આસપાસમાં ઉભેલી ટુવ્હીલર્સ પર અટેક કરે છે. ઉલ્લેખનીય છે કે આસામમાં ગેંડાની સંખ્યામાં નોઁધપાત્ર વધારો જોવા મળ્યો છે અને એને કારણે હવે તેઓ અવારનવાર પાર્કની બહાર પણ સ્પોટ થાય છે.
પાર્કની આસપાસમાં આવેલા ગામોમાં ગેંડાની દહેશત જોવા મળે છે અને લોકો પોતાનો જીવ બચાવવા અહીંયા ત્યાં દોડવા લાગે છે. ડેમો ગામમાં તો ગેંડાએ સ્થાનિક પર હુમલો કર્યો હોવાની ઘટના પણ બની હતી. આક્રમક બની ગયેલાં ગેંડાએ એક મોટર સાઈકલને ટક્કર મારી હતી.
ઘટનાની માહિતી મળતાં જ વન વિભાગના કર્મચારીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો. આ પહેલાં ઉત્તરાખંડના નેશનલ હાઈવે 534 પર કોટદ્વારથી દુગડ્ડા વચ્ચે લાલપુલ પાસે સવારના સમયે હાથીઓનું ઝૂંડ આવી જતા ચારે તરફ અફડાતફડી મચી ગઈ હતી. હાથીઓનું આ ઝૂંડ જંગલથી નીકળીને અચાનક રસ્તા પર આવી ગયું હતું જેને કારણે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.