Venus Transit: શુક્ર ત્રણ રાશિના જાતકોને બનાવશે માલામાલ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શુક્રને વિલાસતા, ભૌતિક સુખ, ધન, વૈભવ અને કામુકતાનો કારક માનવામાં આવે છે અને આ જ કારણે જ્યારે શુક્ર પોતાની રાશિ બદલે છે તેની એટલા માટે જયારે પણ શુક્ર રાશિ બદલે છે, ત્યારે એની અસર તમામ રાશિના જાતકો પર ઓછા વધતા અંશે જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાના અંતમાં એટલે કે 31મી માર્ચના શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને એની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ આ બધામાં પણ ત્રણ રાશિઓ એવી છે કે જેમને આ ગોચરથી વિશેષ લાભ થઈ રહ્યા છે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થવાની સાથે સાથે જ વૈવાહિક જીવનમાં પણ ખુશહાલીનું આગમન થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
વૃષભઃ
વૃષભ રાશિના જાતકોને શુક્રનું એની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર થવાને કારણે ફાયદો થઈ રહ્યો છે, કારણ કે શુક્ર એ તમારી રાશિનો સ્વામી છે. આ ઉપરાંત, શુક્ર ગ્રહ તમારી રાશિના આવકવાળા ઘરમાં ગોચર કરી રહ્યો છે, જેને કારણે આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બની રહ્યા છે. બિઝનેસ સંબંધિત યોજનાઓમાં સફળતા મળી રહી છે. નોકરી કરી રહેલાં લોકોની બઢતી થઈ શકે છે. નવું વાહન કે મિલકત ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
મિથુન:
આ રાસિના જાતકો માટે પણ શુક્રનું ગોચર એકદમ અનુકૂળ સાબિત થઈ રહ્યું છે, કારણ કે આ ગોચર તમારી કુંડળીના કર્મ ઘરમાં થઈ રહ્યું છે, જેથી, આ સમયગાળા દરમિયાન તમને બિઝનેસ અને નોકરીમાં સારી એવી સફળતા મળી રહી છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમયે તમારું પોતાનું કામ શરૂ થઈ શકે છે. બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે. પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે. પિતા સાથેના સંબંધોમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.
કુંભઃ
કુંભ રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ફાયદાકારક સાબિત થશે, કારણ કે આ રાશિ પરિવર્તન તમારી રાશિથી ધન અને વાણી સ્થાનમાં થવાનું છે. તેથી, આ સમયે તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે. પરિવારના સભ્યો તમને દરેક સમયે સાથ આપશે. વિદેશથી વેપાર કરનારાઓને પણ સારી આવક થશે. વેપારીઓને અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. પૈસાની બચત કરવામાં સફળતા મળી રહી છે. પરિવારના સભ્યોનો સાથ સહકાર મળી રહ્યો છે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આ સમયગાળામાં લાભ થઈ રહ્યો છે.