નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Astrology: શુક્ર કરશે વૃષભમાં ગોચર, આ રાશિના જાતકોનું જાગી ઉઠશે સુતેલું ભાગ્ય…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ મે મહિનો ખૂબ જ શુકનિયાળ રહેવાનો છે, કારણ કે આ જ મહિનામાં અનેક મોટા-મોટા ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. ગ્રહોના આ ગોચરને કારણે બની રહેલાં શુભાશુભ યોગને કારણે અમુક રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે. આવું જ એક ગોચર 19મી મેના રોજ એટલે કે શુક્રવારે થઈ રહ્યું છે.

શુક્રને જ્યોતિષશાસ્ત્રમાં ભૌતિક સુખ-સુવિધા, ભોગ-વિલાસ, કળા, પ્રતિભા, રોમાન્સ તેમ જ કામનો કારક માનવામાં આવ્યો છે. શુક્ર એ વૃષભ અને તુલા રાશિના સ્વામી છે અને મીન તેની ઉચ્ચ રાશિ છે. જ્યારે કન્યાએ શુક્રની નીચ રાશિ છે. 19મી મેના શુક્ર મેષ રાશિમાંથી ગોચર કરીને વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે જેને કારણે કેટલીક રાશિઓનું સુતેલું ભાગ્ય જાગી રહ્યું છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…


વૃષભઃ

આ રાશિના જાતકો શુક્રનું ગોચર ખૂબ જ લાભદાયી નિવડશે. આ રાશિના કુંવારા જાતકો માટે સારા સારા માંગા આવી શકે છે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ આવશે અને જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. વેપાર-ધંધામાં પ્રગતિ થઈ રહી છે.

મિથુનઃ

શુક્રના વૃષભમાં ગોચરને કારણે મિથુન રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને મનગમતું ટ્રાન્સફર મળી રહ્યું છે. કોઈ જગ્યાએ પૈસા અટકી પડેલાં છે તો એ પણ પાછા મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બની રહી છે.

ALSO READ: 24 કલાકમાં ગ્રહોના રાજા સૂર્ય કરશે ગોચર, આ ચાર રાશિના જાતકોને થશે Financial Benefits…

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે શુક્રનું આ રાશિ પરિવર્તન શુકનિયાળ સાબિત થઈ રહ્યો છે. આ દરમિયાન ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કુંવારા લોકો માટે સારા સારા વિવાહ પ્રસ્તાવ આવી રહ્યા છે. ભાગ્યનો સાથ મળતાં અટકી પડેલાં કામ પણ બની રહ્યા છે.

ધનઃ

ધન રાશિના જાતકો માટે આર્થિક મજબૂતી મળી રહી છે. આ દરમિયાન તમારી પ્રોપર્ટી કે મકાન વગેરે ખરીદી શકો છો. નવા નવા માર્ગથી ધન પ્રાપ્તિ થઈ રહી છે. રોકાણથી સારો એવો નફો થઈ રહ્યો છે. કામના સ્થળે કોઈ નવું પદ મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button