ઘરમાં ઊગી નીકળે છે પીપળો? ભૂલથી પણ તેને કાપતા નહીં, જાણી લો આ નિયમો

હિંદુ ધર્મમાં પીપળાના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં દેવતાઓનો વાસ હોય છે. જોકે, વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં પીપળાનું વૃક્ષ હોવું શુભ નથી માનવામાં આવતું. આચાર્ય ઇન્દુ પ્રકાશના જણાવ્યા મુજબ, ઘરમાં પીપળો ઉગવા દેવો ન જોઈએ, કારણ કે તેનાથી પરિવારની પ્રગતિ અટકી શકે છે અને નવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. પરંતુ ચોમાસાની સિઝન હોવાથી આમ તેમ ગેમ ત્યાં જાડ કે છોડવા ઉગી નીકળતા હોય છે. ઘણી વખત ઘરની દિવાલો પણ જાડ કે છોડ ઉગી નીકળતા હોય છે. તો આવો જાણીએ કે આવી સ્થિતીમાં આપણે શું કરવું જોઈએ.
કેમ ન રખાય ઘરમાં પીપળો?
વાસ્તુ શાસ્ત્ર મુજબ, પીપળાનું વૃક્ષ ઘરમાં હોવું અશુભ માનવામાં આવે છે, કારણ કે તે પરિવારની આર્થિક અને વ્યક્તિગત પ્રગતિમાં અવરોધ ઊભો કરી શકે છે. જો ઘરમાં પીપળાનું ઝાડ ઉગી ગયું હોય, તો તેને તાત્કાલિક ઉખાડી નાખવું જોઈએ. જોકે, પીપળાને કાપવું પણ અશુભ ગણાય છે, તેથી ખાસ સંજોગોમાં તેને કાપવું પડે તો રવિવારે પૂજા કરીને જ કાપવું જોઈએ. આ નિયમનું પાલન કરવાથી વાસ્તુ દોષ ટળે છે.
શું કરવું જોઈએ?
જો તમારા ઘરમાં પીપળાનું ઝાડ ઉગી ગયું હોય, તો તેને થોડું મોટું થવા દો અને પછી મૂળ સાથે ખોદીને ઘરની બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ રોપી દો. આ પહેલા વૃક્ષની પૂજા કરવી જરૂરી છે, જેમાં તેના પર કાચું દૂધ ચઢાવવું અને પછી તેને ખસેડવું. આ રીતે કરવાથી વાસ્તુ દોષ લાગતો નથી અને પીપળાનું ધાર્મિક મહત્વ પણ જળવાય છે. આ પ્રક્રિયા સાવધાનીપૂર્વક કરવી જોઈએ જેથી વૃક્ષને નુકસાન ન થાય.
શનિવારે પીપળાની પૂજાનું મહત્વ
પીપળાના વૃક્ષની પૂજા શનિવારે કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. શનિવારે પીપળાને જળ ચઢાવવું, દીવો પ્રગટાવવો અને પૂજા કરવાથી આધ્યાત્મિક લાભ મળે છે. આ ઉપરાંત, આ રીતે પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ જળવાય છે.
આપણ વાંચો: મોર્નિંગ વોક માટે કયો સમય છે બેસ્ટ? જાણો નિષ્ણાતો શું કહે છે…