આજે વરુથિની એકાદશી, રાતના સમયે કરી લો આ એક કામ અને…

હિંદુ શાસ્ત્રોમાં વરુથિની એકાદશીનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને વરુથિની એકાદશી ઉજવવામાં આવે છે. આ વખતે આ વરુથિની એકાદશી 24મી એપ્રિલ એટલે કે આજે પડી રહી છે, ત્યારે આજે અમે અહીં તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે કરવાથી ગરીબી દૂર થાય છે. આ ઉપાયો એકાદશીની રાતે કરવામાં આવે છે. ચાલો જોઈએ શું છે આ ઉપાયો-
એવી માન્યતા છે કે આ દિવસે વિધિ-વિધાનથી પૂજા અને વ્રત કરવામાં આવે તો વ્યક્તિના જીવનના કષ્ટ દૂર થાય છે અને મનચાહ્યા ફળની પ્રાપ્તિ થાય છે. એકાદશીના પર કેટલાક ખાસ ઉપાયો કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.
આ પણ વાંચો: ક્યારે છે મોક્ષદા એકાદશી, જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ અને ઉપાયો
⦁ વરુથિની એકાદશીની રાતે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરવો જોઈએ. એવું કહેવાય છે કે આ ઉપાય કરવાથી મનોકામના શીઘ્ર પૂરી થાય છે.
⦁ જો તમે ગમે એટલી મહેનત કરો પણ બિઝનેસમાં સફળતા નથી મળતી તો વરુથિની એકાદશી પર સાત પીળા ફૂલ ભગવાન વિષ્ણુને સમર્પિત કરો અને આવું કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો.
⦁ આજના દિવસે નારિયેળને લાલ કપડામાં લપેટીને માતા લક્ષ્મીને અર્પિત કરો. બાદમાં એને પ્રસાદ માનીને રોજ થોડું થોડું ખાવ. આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
⦁ ભગવાન વિષ્ણુજીને ભોગ લગાવતી વખતે તેમાં તુલસીના પાનનો અવશ્ય સમાવેશ કરો. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે એકાદશીના દિવસે તુલસીના પાન ના તોડવા જોઈએ.