સ્પેશિયલ ફિચર્સ

મંગળ બન્યો અમંગળ : સંતરામપુરમાં અજાણ્યા વાહનની ટક્કરથી બે ભાઈ સહીત ત્રણના મોત

સંતરામપુર : મહીસાગરના સંતરામપૂરમાં માર્ગ અકસ્માતથી મંગળવાર અમંગલ બનીને આવ્યો છે. સંતરામપુર તાલુકાના ગોઠીબ વડા તળાવ નજીક એક જ બાઈક ૨ સાગ ભાઈઓ અને અન્ય ૨ સહીત કુલ ચાર યુવાનો લગ્ન પ્રસંગમાં જતા હતા ત્યારે એક અજાણ્યા વાહને ટક્કર મારતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી, સંતરામપુર પોલીસે અજાણ્યા વાહન સામે ગુનો નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ સંતરામપુર તાલુકાના ડોળી ગામના બે સગા ભાઈઓ અશોકભાઈ ચારેલ અને સમીરભાઈ ચારેલ તેમજ મનોજભાઈ નીનામા અને રોહિતભાઈ નીનામા એક જ બાઈક પર ખેરવા ગામેથી ભોજેલા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા. ત્યારે ગોઠીબ વડા તળાવ પાસે અજાણ્યા વાહન ચાલકે તેના વાહનને પુરપાટ ચલાવી બાઈકને ટક્કર મારી હતી. જેમાં ચાર યુવાનોમાંથી અશોકભાઈ ચારેલ અને સમીરભાઈ ચારેલ તથા મનોજભાઈ નીનામાને ખુબ જ ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે રોહિતભાઈ નીનામાને ઈજાઓ પહોંચી હતી. જ્યારે વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.

ઘટનાની જાણ થતા જ સંતરામપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તને હોસ્પીટલમાં સારવારઅર્થે ખસેડ્યો હતો. તો ત્રણે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે અને ત્યારબાદ પરિવારને જાણ કરવામાં આવી હતી. એક જ પરિવારના સગા બે ભાઈઓનાં મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.

તો આજે કેરળના કન્નુરમાં પણ એક ભયાનક માર્ગ થયો હતો. જેમાં કાર અને લારી વચ્ચેની અથડામણમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે. પોલીસે આ અકસ્માત અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ ઘટના સોમવારે રાત્રે કન્નપુરમ વિસ્તારમાં બની હતી. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button