સ્પેશિયલ ફિચર્સ

વર્ષના અથાણાં બનાવી ખાવાની મજા લેતા હો તો પહેલા આ જાણી લો, ક્યાંક બીમાર ન પડી જાઓ

દેશભરમાં ખાટા-મીઠા, તીખાં એમ વિવિધ અથાણા મહિલાઓ ઘરે બનાવતી હોય છે અને આખું વર્ષ સાચવતી હોય છે. ગુજરાતી મહિલાઓ તો લગભગ એકાદ ડઝન જેટલા વિવિધ વેરાઈટીઝના અથાણાં કાચની બરણીમાં સાચવી રાખવામાં આવતા હોય છે અને મન થાય ત્યારે છુંદો, ગુંદા, ગોળકેરી, ખાટી કેરી, ગરમર જેવા વિવિધ અથાણાંઓ આજેપણ ઘણા ઘરમાં પિરસાતા હોય છે.

શાક ન ભાવતું હોય તો કે ખાવામાં સ્વાદ ન આવતો હોય તો અથાણું મદદે આવે છે. તમે પણ જો વર્ષના અથણા બનાવી સાચવી રાખતા હોય તો તમારે આ લેખ ખાસ વાંચવા જેવો છે..

આપણ વાચો: પાવરફૂલ અથાણાં ગુંદા-ગરમર-કેર

અથાણાં ખાતા પહેલા ચેક કરો

મોઢામાં સ્વાદ લાવવા તમે જે અથાણાં ખાઓ છો જો તેની બરાબર જાળવણી નહીં થઈ હોય તો તમે બીમાર પડી શકો છો, ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે અને પેટની હાલત ખરાબ થઈ શકે છે.

નિષ્ણાતોના મતે, જો અથાણાંને યોગ્ય રીતે સાચવવામાં ન આવે, તો તેમાં હાનિકારક બેક્ટેરિયા વધી શકે છે અને ગંભીર રોગો પણ થઈ શકે છે. જો અથાણાંને યોગ્ય રીતે સાચવવામાં ન આવે, તો તેમાં બોટ્યુલિઝમ નામનો બેક્ટેરિયા વધે છે. આ બેક્ટેરિયા ઝેર ઉત્પન્ન કરે છે, જેનું સેવન કરવામાં આવે તો લકવા જેવા ગંભીર રોગ થવાની સંભાવના પણ છે.

ક્યારેક તે જીવલેણ પણ બની શકે છે. તેથી, અથાણાં બનાવતી વખતે અને સંગ્રહ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આપણ વાચો: ઘરમાં જાતે બનાવેલાં અથાણાં સ્વાસ્થ્યવર્ધક ગણાય છે

શું શું ધ્યાન રાખશો અથાણાં થાળીમાં લેતા પહેલા

સૌથી પહેલા તો તમે જે બરણીમાં અથાણું ભર્યુ છે તે સ્વચ્છ છે કે નહીં તેનુ ખાસ ધ્યાન રાખવાનું છે. વારંવાર તેમાંથી અથાણું કાઢતા સમયે જો અથાણું કે તેલ બહાર ઢોળાયું હોય તો બરણીને સ્વચ્છ રાખવી જરૂરી છે. તમને બરણી ખરાબ થઈ ગયેલી લાગે તો અન્યમાં અથાણું ઠાલવી લો.

આ ઉપરાંત સૌથી વધારે જરૂરી છે કે તમારા તેલમાં ડૂબાડૂબ તેલ હોય અથવા તો વિનેગર હોય. મોટાભાગના ભારતીય અથાણાઓમાં તેલ હોય છે. તેલ ઓછું હશે તો આથાણામાં બેક્ટેરિયા થઈ જશે. તમે પણ જોયું હશે કે તેલ ઓછું હોય તો ફંગસ જામી જતા વાર લાગતી નથી.

દરેક ખાવાની વસ્તુને જો સાચવી રાખવાની હોય તો તેની રીત હોય છે. અનાજ, મસાલા, અથાણા વગેરેને દરેક ઋતુથી બચાવવા પડે છે. આથી ઘરમાં અથાણાં ખાવ ત્યારે બનાવનારનો આભાર ચોક્કસ માણજો, કારણ કે તેને બનાવવાની અને સાચવવાની તેમણે કરેલી મહેનતનો સ્વાદ તમે માણી રહ્યા છો.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button