નેશનલસ્પેશિયલ ફિચર્સ

વંદે ભારત સ્લીપરના એક કોચની કિંમતી જાણો છો? આંકડો જાણીને ચોંકી ઉઠશો…

ભારતીય રેલવે (Indian Railway) સમયની સાથે બદલાઈ રહી છે અને હવે વંદે ભારત, તેજસ, અંત્યોદય, હમસફર એક્સપ્રેસ એ ભારતીય રેલવેનો બદલાયેલો આધુનિક ચહેરો છે. વંદે ભારત એક્સપ્રેસમાં તો આપણામાંથી અનેક લોકોએ અત્યાર સુધીમાં પ્રવાસ કરી જ લીધો હશે. હવે તો અમુક રૂટ પર વંદે ભારત સ્લીપર દોડાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. પરંતુ શું તમને ખબર છે કે વંદે ભારતના એક સ્લીપર કોચની કિંમત કેટલી છે? ચાલો તમને આ વિશે જણાવીએ…

વંદે ભારત સ્લીપર ટ્રેન બનાવવાનો કોન્ટ્રાક્ટ આમ તો અનેક કંપનીઓને આપવામાં આવ્યો છે. પણ હાવડાથી ગુવાહાટી રૂટ પર જે ટ્રેનને દોડાવવામાં આવશે, એને સરકારી કંપની બીઈએમએલ દ્વારા બનાવવામાં આવી છે. જોકે, એની ટેક્નોલોજી રેલવેની પ્રોડક્શન યુનિટ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી એટલે કે આઈસીએફની છે. આ ટેક્નોલોજીનો જ ઉપયોગ તમામ કંપની કરી રહી છે. આ ટ્રેન ઓરેન્જ અને ગ્રે રંગની છે અને તે વધુમાં વધુ પ્રતિકલાક 180 કિમી સ્પીડ પર દોડાવવામાં આવે છે.

કરોડોમાં છે એક કોચની કિંમત
વાત કરીએ ભારતીય રેલવેના આ બદલાઈ રહેલાં આધુનિક ચહેરા સમાન વંદે ભારત ટ્રેનના એક સ્લિપર કોચની કિંમત વિશે તો ખુદ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ બાબતની જાણકારી આપી છે. અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર વંદે ભારત સ્લીપર ટ્રેનના એક કોચની કિંમત અંદાજે 8થી સાડાઆઠ કરોડ રૂપિયા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ કિંમત મેટ્રો ટ્રેનના કોચ કરતાં ઓછી છે. મેટ્રો રેલના એક કોચની કિંમત આશરે 10થી સાડાદસ કરોડ રૂપિયાની આસપાસ હોય છે.

16 કોચની હશે વંદે ભારત સ્લિપર
ભારતીય રેલવેની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન હાવડાથી ગુવાહાટી વચ્ચે આવતા અઠવાડિયે એટલે કે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં દોડશે એવી આશા વ્યક્ત કરાઈ રહી છે. હાલમાં વંદે ભારતમાં 20 કોચની પણ દોડી રહી છે. રેલવે પ્રધાન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વંદે ભારત સ્લીપર કોચમાં 16 કોચ રહેશે, જેમાં 11 કોચ થ્રી-ટિયર એસી, ચાર કોચ એસી 2-ટિયર અને એક કોચ ફર્સ્ટ ક્લાસ એસી રહેશે. આ ટ્રેનમાં 823 પ્રવાસ કરી શકશે.

સેમિ હાઈ-સ્પીડ ટ્રેન છે આ
આ ટ્રેન સેમી હાઈ સ્પીડ છે અને તે વધુમાં પ્રતિકલાક 180 કિલોમીટરની સ્પીડથી દોડી શકશે. રેલવે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટ્રેનમાં પ્રવાસીઓ માટે આરામદાયક બર્થ ડિઝાઈન કરવામાં આવી છે. આ બર્થની કુશનિંગ ખૂબ જ સુંદર છે અને પ્રવાસીઓને અન્ય બર્થની સરખામણીએ વધારે આરામદાયક રહેશે. એટલું જ નહીં ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા અને વેસ્ટિબ્યુલ લી એકદમ આધુનિક છે, જેને કારણે એક કોચથી બીજા કોચમાં પ્રવાસ સરળ રહેશે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો…ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દોડશે દેશની પહેલી ‘વંદે ભારત સ્લીપર’ ટ્રેન: જાણો કેટલું હશે તેનું ભાડું

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button