તમે પણ ઘરમાં પિતૃઓના ફોટો લગાવતી વખતે નથી કરતાં ને આ ભૂલો? આજે જ સુધારી લો નહીંતર… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

તમે પણ ઘરમાં પિતૃઓના ફોટો લગાવતી વખતે નથી કરતાં ને આ ભૂલો? આજે જ સુધારી લો નહીંતર…

Key:

હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું આવ્યું છે. આ સમયે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ, દાન-પુણ્ય અને પિંડદાન કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે આવું કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આપણામાંથી અનેક લોકો ઘરમાં પોતાના પિતૃઓના ફોટો લગાવીને તેની પણ પૂજા વગેરે કરે છે. પરંતુ શું તમને ખબર છે કે વાસ્તુશાસ્ત્રમાં પિતૃઓના ફોટો લગાવવા માટેના કેટલાક વિશેષ નિયમ છે? ચાલો તમને આ વિશે જણાવીએ-

એવી સર્વ સામાન્ય માન્યતા છે કે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલા આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને જો તેની તરફ દુર્લક્ષ કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડી શકે છે. વાત કરીએ પિતૃઓના ફોટા ઘરમાં લગાવવાના નિયમોની તો તે નીચે મુજબ છે-

દેવી દેવતાઓના ફોટો સાથે ના લગાવો તસવીર

જી હા, વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે પૂર્વજોના ફોટા કે તસવીરો ક્યારેય દેવી-દેવતાઓના ફોટોની બાજુમાં કે સાથે ના લગાવવા જોઈએ. આવું કરવાથી ઘરનું સંતુલન ડગમગી જાય છે. આ ઉપરાંત પિતૃઓના ફોટા ક્યારેય જીવંત વ્યક્તિના ફોટોની બાજુમાં કે સાથે પણ ના લગાવવા જોઈએ, આવું કરવાથી પરિવારમાં અણબનાવ અને અશાંતિ આવે છે.

બેડરૂમ અને કિચનમાં ના હોવા જોઈએ ફોટો

ઘણા લોકો બેડરૂમમાં પિતૃઓના ફોટો લગાવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ તદ્દન ખોટું છે. આ ઉપરાંત પિતૃઓના ફોટા ક્યારેય પણ કિચનમાં કે મંદિરમાં ના લગાવવા જોઈએ. આને કારણે ઘરમાં નેગેટિવ એનર્જીનો પ્રભાવ વધે છે અને પરિવારમાં તાણ અને વિવાદની સ્થિતિ ઉત્પન્ન થાય છે.

આ દિશામાં લગાવો પિતૃઓના ફોટા

વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર પિતૃઓના ફોટો હંમેશા ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર લગાવવા જોઈએ. દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં પિતૃઓના ફોટો લગાવવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે, ઘર-પરિવાર પર પોતાના આશિર્વાદ આપે છે.

પિતૃઓના ફોટો દિવાલ પર ના ટીંગાડો

જી હા આપણામાંથી અનેક લોકો પિતૃઓના ફોટો દિવાલ પર ખીંટી લગાવીને ટીંગાવે છે, પરંતુ એવું ના કરવું જોઈએ. આવું કરવાથી વાસ્તુદોષ લાગે છે. આના કરતાં પિૃઓના ફોટોને કોઈ સાફ-સૂથરા સ્ટેન્ડ કે ટેબલ પર મૂકવા જોઈએ. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

મુખ્ય દ્વારા પર ના લગાવો ફોટો

પિતૃઓના ફોટો ઘરના મુખ્ય દ્વારા પર કે એની સામે લગાવવાથી બચવું જોઈએ. એવું કહેવાય છે કે મુખ્ય દ્વારા પર લગાવવામાં આવેલા ફોટો પર બહારના લોકોની નજર પડતાં ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. એટલે પિતૃઓના ફોટો ઘરની અંદર કોઈ શાંત અને પવિત્ર સ્થાન પર લગાવવા જોઈએ.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button