ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

325 રૂપિયાનું મૂલ્ય અહીં છે 50,000, ઈન્ડિયન ટૂરિસ્ટની સંખ્યામાં જોવા મળ્યો 200 ટકાનો વધારો…

દુનિયાના દરેક દેશનું અલગ અલગ ચલણ હોય છે અને એનું અલગ અલગ મૂલ્ય હોય છે. આ પહેલાં આપણે ઈન્ડોનેશિયા, વિયેટનામ અને પાકિસ્તાનના ચલણ વિશે વાત કરી ચૂક્યા છીએ. આજે અમે અહીં તમારા માટે વધુ એક એવા દેશ વિશે વાત કરીએ જેનું ચલણ ભારતીય રૂપિયા કરતાં નબળું છે. ભારતના 326 રૂપિયા અહીં આવીને 50,000 રૂપિયા બની જાય છે. ઈન્ડોનેશિયા કરતાં પણ આ ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને એ દેશનું નામ જણાવી જ દઈએ.

વાત કરીએ ઉઝબેકિસ્તાનની તો જેમ ભારતનું ચલણ રૂપિયો છે એમ ઉઝબેકિસ્તાનનું ચલણ સોમ કે સમ છે. 15મી નવેમ્બર, 1993ના આ દેશે રૂબલની જગ્યાએ સોમને અપનાવ્યું હતું. ઉઝબેકિસ્તાનનો એક સોમનું મૂલ્યુ ભારતના 0.0065 રૂપિયા જેટલું છે અને ભારતનો એક રૂપિયો ઉઝબેકિસ્તાનના 153.10 સોમ બરાબર છે. ટૂંકમાં કહીએ તો ઉઝબેકિસ્તાનનો સોમ ભારતીય રૂપિયા સામે નબળો છે. ઉઝબેકિસ્તાનના 1000 સોમ એટલે ભારતના સાડાછ રૂપિયા થાય છે.

ઉઝબેકિસ્તાનના 20,000 રૂપિયા સોમ ભારતના 130.63 રૂપિયા જેટલા થઈ જાય છે અને ભારતના 325 રૂપિયા તો અહીંના 50,000 રૂપિયા બની જાય છે. આ ગણતરી પરથી જ અંદાજો લગાવી શકાય કે ભારતીય નાગરિત ઉઝબેકિસ્તાનમાં અમીરો જેવું રાજાશાહી જીવન જીવી શકે છે.

ધીરે ધીરે ભારતીય પર્યટકો મોટી સંખ્યમાં ઉઝબેકિસ્તાન ફરવા આવી રહ્યા છે અને અહીંના ઈતિહાસ, કલ્ચરને જાણવા માટે આવે છે. 2023માં 2022ની સરખામણી ભારતીય ટુરિસ્ટ મોટી સંખ્યામાં ઉઝબેકિસ્તાન ફરવા આવ્યા હતા. એટલું જ નહીં એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ પ્રમાણમાં 200 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જો તમે પણ સસ્તામાં ફોરેન ટુર કરવા માંગતા હોવ તો આ દેશ તમારી બકેટ લિસ્ટમાં હોવું જ જોઈએ…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button