શિયાળામાં કાચી હળદરના જાદુઈ ફાયદા: શરદી-ઉધરસ ભગાડવાના અજમાવો ઘરેલુ ઉપાયો…

ઉત્તર સહિત મધ્ય ભારતમાં શિયાળો જામી ચૂક્યો છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં દિવસનું ઊંચું તાપમાન અને રાત્રે એકદમ નીચું તાપમાન લોકોને બીમાર પાડી રહ્યા છે. બદલાતા હવામાનમાં તંદુરસ્ત રહેવા માટે ઘરમાં કાચી હળદરનું સેવન કરવું એ ઇમ્યુનિટી વધારવા અને બીમારીઓને દૂર રાખવા માટે એક ઉત્તમ ઉપાય સાબિત થઈ શકે છે. ઔષધીય ગુણોથી ભરપૂર કાચી હળદરને આહારમાં સામેલ કરવાથી શરીરને ઘણા આવશ્યક પોષક તત્વો મળે છે.
નિષ્ણાંતો પ્રમાણે કાચી હળદરમાં રહેલું કર્ક્યુમિન નામનું શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. શિયાળામાં એટલે કે નવેમ્બરથી ફેબ્રુઆરી-માર્ચ સુધી તેનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. શરદીના દિવસોમાં કાચી હળદર શરીરને ગરમ રાખવાની સાથે સાથે શરદી-ખાંસી સામે રક્ષણ આપવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે.
હળદરના સેવન માટે પણ ઘણા ઘરેલું નુસખા અજમાવી શકો છો, જેમ કે હળદરને પીસીને દૂધમાં નાખી રોજ પીવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત, હળદરનો ઉપયોગ પીસીને દાળ નાખવામાં પણ કરી શકાય છે, જ્યારે હળદરના નાની કેપ્સ્યુલ બનાવીને તેને રોજ દવાની જેમ પણ ખાઈ શકો છો.
કાચી હળદરના સેવનની એક લોકપ્રિય રીત છે તે, હળદરનું શાક છે. ખાસ કરીને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં શિયાળા દરમિયાન ‘હળદર પાર્ટી’નું આયોજન પણ થાય છે, જ્યાં આ શાકભાજીની મજા માણવામાં આવે છે. વળી, હોટલો અને રેસ્ટોરાં પણ તેને ખાસ વાનગી (સ્પેશિયલ ડિશ) તરીકે મેનૂમાં સામેલ છે, આનાથી તેની વધતી લોકપ્રિયતા અને સ્વાસ્થ્ય લાભો પ્રત્યે લોકોની જાગૃતિ જોઈ શકાય છે.
આયુર્વેદમાં કાચી હળદરના અનેક ફાયદાનો ઉલ્લેખ છે, તેમાં સોજો ઘટાડવા, ચેપ અને દુખાવો ઓછો કરવાના ગુણ પણ હોઈ છે. તે પાચન તંત્રને સુધારવામાં અને શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદરૂપ થાય છે.
નિષ્ણાતોનું એવું માનવું છે કે હળદરની તાસીર ગરમ હોય છે, તેથી તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. ખાસ કરીને ગરમીની ઋતુમાં તેનું સેવન ટાળવું જોઈએ. આ ઉપરાંત, એલર્જી ધરાવતા અથવા ગંભીર રોગોથી પીડિત દર્દીઓએ તેનું સેવન કરતા પહેલા ડોક્ટર કે આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
(ડિસ્ક્લેમરઃ આ રિપોર્ટ સંશોધન આધારિત છે. બાકી કોઈ પણ વસ્તુના ઉપયોગ પૂર્વે કોઈ નિષ્ણાત યા ડોક્ટરની સલાહ લેવી, જેને વેબસાઈટ સાથે કોઈ લેવાદેવા નથી.)
આ પણ વાંચો…હળદરનું પાણી કે હળદરવાળું દૂધ: સ્વાસ્થ્ય માટે કયું પીણું છે વધુ શક્તિશાળી?



