અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વાર્ષિક પગાર કેટલો? જાણીને ચોંકી જશો!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં પોતાની ટેરિફ પોલિસીને કારણે દરરોદ ચર્ચામાં આવતા રહે છે. વાત કરીએ ભારત પર લાદવામાં આવેલા ટેરિફની વાત કરીએ તો ટ્રમ્પે ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લાગુ કર્યું છે અને એની સાથે જ નવું ટેરિફ રેટ, જૂનું ટેરિફ સાથે મળાવીને કુલ 50 ટકા ટેરિફ ભારત પર લાદવામાં આવ્યું છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક ચર્ચા એ જોરશોરથી થઈ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદે કામ કરવા માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે? તમને પણ સવાલ તો થયો ને? ચાલો જણાવીએ-
અમેરિકાના રાષ્ટ્રપતિને કેટલો પગાલ ચૂકવવામાં આવશે એ રકમ કોંગ્રેસ દ્વારા 2001માં એક ઠરાવ પસાર કરીને નક્કી કરવામાં આવી હતી. આ વેતનની સાથે સાથે રાષ્ટ્રપતિને ખર્ચ માટે પણ અલગથી ડોલર આપવામાં આવે છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિના વેતનની તો વર્ષે તેમને ઓફિશિયલી 4,00,000 ડોલર હોય છે. ભારતીય રૂપિયામાં આ રકમ કન્વર્ટ કરીએ તો આશરે 3,50,45,000 રૂપિયાની આસપાસ થાય.
ડોનાલ્ડ ટ્રમ્પને હાલમાં રાષ્ટ્રપતિ તરીકે 3,50,45,000 રૂપિયાનું વેતન ચૂકવવામાં આવે છે અને આ સિવાય તેમને બીજા કેટલાક ભથ્થા પણ મળે છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિને દર વર્ષે 50,000 ડોલર કપડાં ખરીદવા માટે આપવામાં આવે છે. આ સિવાય મનોરંજન માટે 19,000 ડોલર આપવામાં આવે છે.
રાષ્ટ્રપતિને દર વરિષે વ્હાઈટ હાઉસમાં શિફ્ટ થવા, કૂક, ગાર્ડનર અને એના મેઈન્ટેનન્સ તેમ જ રિનોવેશન માટે દર વર્ષે 1,00,000 ડોલર આપવામાં આવે છે. યુએસ પ્રેસિડેન્ટને દર વર્ષે 1,00,000 ડોલર ટેક્સ ફ્રી ટ્રાવેલ એલાઉન્સ પણ આપવામાં આવે છે. ભારતીય રૂપિયામાં આ રકમ 87 લાખ રૂપિયા જેટલી થાય. આ ઉપરાંત તેમને ફ્રી હેલ્થ કેર અને ટ્રાવેલ માટે ખાસ સુવિધાઓ આપવામાં આવે છે.
ટૂંકમાં કહીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ હોવું એટલે ભાઈ ઠાઠ અને રાજાશાહી જેવી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ, સુવિધાઓ અને પગાર તો ખરો જ હં ને?
આ પણ વાંચો…ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે વિવાદ વકર્યો, ટ્રમ્પે ટ્રેડ ડીલ અંગે ચર્ચાનો ઇનકાર કર્યો