સ્પેશિયલ ફિચર્સ

ઉર્દૂમાં રામાયણનું પઠન? 30 વર્ષથી છે ભારતના આ શહેરમાં છે આવી ગજબની પરંપરા…

હેડિંગ વાંચીને જ માથું ચકરાઈ ગયું ને? પણ આ હકીકત છે. આમ પણ બિકાનેરનો ઈતિહાસ ખૂબ જ અનોખો અને સમૃદ્ધ છે. અહીંના ગંગા જમુની તહેઝીબ આખી દુનિયામાં ફેમસ છે. આ શહેરના સાંસ્કૃતિક વારસાને હજી પણ લોકોએ જાળવી રાખ્યો છે અને આ જ બધા કારણોસર આ શહેર એકદમ અલગ છે. આજે આપણે અહીં આ શહેરની આવી જ એક અનોખી પરંપરા વિશે વાત કરીશું.

બિકાનેરમાં દિવાળી પર ઉર્દુમાં લખાયેલી રામાયણનો પાઠ કરવામાં આવે છે અને એ પણ અઢી-ત્રણ દાયકાથી. આ અનોખી પરંપરામાં જ શહેરની ગંગા-જમુની તહેઝીબની ઝલક દેખાય છે. છેલ્લાં 25-30 વર્ષથી મુસ્લિમ સમાજના લોકો ઉર્દુમાં લખાયેલી રામાયણનું પઠન કરે છે અને આજે પણ આ પરંપરા એમણે જાળવી રાખી છે. આ કાર્યક્રમમાં હિંદુ-મુસ્લિમ બંને સમુદાયના લોકો ભાગ લે છે.


ઉર્દુમાં લખેલી રામાયણનું પઠન કરનારા જાકિર અદીબે જણાવ્યું હતું કે આ પરંપરા 25થી 30 વર્ષથી ચાલી આવી છે. એડવોકેટ ઉપધ્યાન ચંદ્ર કોચરની પ્રેરણાથી આની શરૂઆત કરવામાં આવી હતી અને વર્ષો બાદ પણ આ પરંપરા હજી ચાલી આવી છે. આ આયોજન દરમિયાન ઉર્દુમાં લખેલી રામાયણ વાંચવામાં આવે છે. એ જમાનામાં બિકાનેરના મહારાજા ગંગાસિંહે એને આઠમા ધોરણના કોર્સમાં સામેલ કરી હતી.


આ રામાયણ વર્ષ 1935માં ઉર્દુ શાયર લખનઉના મૌલવની બાદશાહ હુસૈન રાણા લખનવીએ લખી હતી. એ સમયે અહીં બનારસ હિંદુ યુનિવર્સિટી તરફથી પોતાની માતૃભાષામાં કવિતાના રૂપમાં રામાયણ લખવાની એક હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે મૌલવી રાણા બિકાનેર રિયાસતના મહારાજા ગંગાસિંહને ત્યાં ઉર્દુ-ફારસીના ફરમાનનું અનુવાદ કરતાં હતા.


આ રામાયણને ઉર્દુ છંદમાં લખાયેલી સૌથી સારી રામાયણ માનવામાં આવે છે અને એને સૌથી સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવામાં આવી છે. રામાયણમાં 27 છંદ છે અને દરેક છંદમાં છ-છા લાઈન છે. એવું કહેવાય છે કે મૌલવી રાણાએ તેમના કાશ્મીરી પંડિત મિત્ર પાસેથી રામાયણના કિસ્સા સાંભળ્યા હતા અને એના આધાર પર જ તેમણે રામાયણની રચના કરી હતી. આ પહેલાં મૌલવીએ ક્યારેય રામાયણ નહોતી સાંભળી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…