UPI પેમેન્ટ થઈ ગયું, પરંતુ રૂપિયા હજુ સુધી નથી મળ્યા? તો ભૂલ્યા વગર કરજો આ કામ

UPI payment problems: આજના સમયમાં લોકો ખિસ્સામાં રૂપિયા રાખીને ફરતા નથી. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને UPI પેમેન્ટ જેવી સુવિધાએ ખિસ્સામાં રૂપિયા રાખવા જેવી સમસ્યાથી છૂટકારો અપાવી દીધો છે. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી કરેલા પેમેન્ટમાં ખાસ કરીને કોઈ સમસ્યા ઊભી થતી નથી. પરંતુ UPI પેમેન્ટમાં ઘણીવાર એવું થાય છે કે, સામેવાળી વ્યક્તિને પેમેન્ટ મળતું નથી. આવા સંજોગોમાં UPI પેમેન્ટ કરનાર અને સ્વીકારનાર બંને મૂંઝવણમાં મૂકાઈ જાય છે.
UPI પેમેન્ટમાં ધ્યાનમાં રાખવાની બાબતો
જો તમે UPI પેમેન્ટ કરો છો અને સામેવાળી વ્યક્તિને રૂપિયા નથી મળતા તો તમારી જેતે UPI પેમેન્ટ એપમાં જઈને પેમેન્ટ સ્ટેટસ ચેક કરો. જો પેમેન્ટ સ્ટેટસ સક્સેસફૂલ બતાવે છે, તો અડધા કલાકથી લઈને કલાક સુધી રાહ જુઓ. પેમેન્ટ સ્ટેટસ સક્સેસફૂલ બતાવે છે તો એક કલાકની અંદર સામેવાળી વ્યક્તિને રૂપિયા મળી જવા જોઈએ. જો કોઈ કારણોસર પેમેન્ટ સ્ટેટસ અનસક્સેસફૂલ બતાવે છે, તો મૂંઝાવાની જરૂર નથી. ક્યારેક સર્વર ડાઉન હોવા જેવી ટેક્નિકલ ખામીઓને કારણે પેમેન્ટ અટકી જાય છે. પરંતુ આવા સંજોગોમાં 24 કલાકની અંદર પેમેન્ટ તમારા એકાઉન્ટમાં પરત આવી જાય છે.
UPI પેમેન્ટ કર્યાના એક કલાક બાદ પણ જો સામેવાળી વ્યક્તિના ખાતામાં અથવા તમારા ખાતમાં રૂપિયા નથી આવતા તો તમે ફરિયાદ પણ નોંધાવી શકો છે. દરેક UPI એપમાં ફરિયાદ કરવાનો વિકલ્પ આપેલો હોય છે. જો ફરિયાદ કર્યાના 24 કલાક બાદ પણ કોઈ નિરાકરણ નથી આવતું તો તમારે બેંકના ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. જ્યાં ફરિયાદ કરતી વખતે તમારે ટ્રાન્ઝેક્શન આઈડી આપવાનો રહેશે.જો બેંક 30 દિવસમાં તમારા રૂપિયા પરત ન અપાવી શકે તો તમે અંતે RBIમાં ફરિયાદ કરી શકો છો. RBI તમારા રૂપિયા પાછા અપાવશે અને સાથોસાથ બેંકને દંડ પણ ફટકારશે.

પેમેન્ટ સ્ટેટસ પેન્ડિંગ હોય તો શું કરવું?
UPI પેમેન્ટ કર્યા બાદ જો પેમેન્ટ સ્ટેટસ પેન્ડિંગ બતાવે છે, તો તેના બદલાવાની રાહ જુઓ. UPI એપમાંથી તાત્કાલિક બહાર નીકળી જશો નહીં. પેન્ડિંગ પેમેન્ટ સ્ટેટસ દર્શાવે છે કે, પેમેન્ટની પ્રોસેસ ચાલી રહી છે. તે સક્સેકફૂલ અથવા અનસક્સેસફૂલ ગમે તે થઈ શકે છે. તેથી ધીરજ રાખો અને અંતિમ પેમેન્ટ સ્ટેટસની રાહ જુઓ.
આપણ વાંચો: બ્રાઉન બ્રેડ ખાવાથી વજન ઘટે કે વધે? સ્વસ્થ રહેવું છે તો જાણી લો સાચી વાત