સ્પેશિયલ ફિચર્સ

પહેલી એપ્રિલથી UPIને લઈને બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આજકાલ મોટાભાગના લોકો યુપીઆઈ (UPI)ની મદદથી પેમેન્ટ કરીને ડે ટુ ડે લાઈફમાં રાહત અનુભવે છે. પરંતુ હવે આ યુપીઆઈને લઈને મહતત્વનો સમાચાર સામે આવી રહ્યા છે. યુપીઆઈની મદદથી પહેલી એપ્રિલથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જેના વિશે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.

આવો જોઈએ શું છે આ નિયમ-

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા પહેલી એપ્રિલથી લાગુ થનારા નવા નિયમોની યાદી બહાર પાડવામાં આવી છે. એનપીસીઆઈએ પોતાના ઓફિશિયલ પોર્ટલ પર લેટેસ્ટ સર્ક્યુલેર જારી કરવામાં આવ્યું છે. આ સર્ક્યુલરમાં તમામ મેમ્બર્સને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ 31મી માર્ચ, 2025 સુધી કમ્પ્લાઈટ કમ્પલિટ કરી લે.

આપણ વાંચો: Aadhar Cardને લઈને આવ્યું મહત્ત્વનું અપડેટ, હવેથી…

મળતી તાજી માહિતી અનુસાર બેંક એ મોબાઈલ નંબરને કાયમીસ્વરૂપે રિમૂવ કરશે જે બંધ થઈ ગયા છે, જે બંધ થઈ ગયા છે કે પછી સરેન્ડર કરવામાં આવ્યા છે. આ અપડેટેશન ઓછામાં ઓછા અઠવાડિયામાં એક વખત થશે. નવા નિયમને કારણે એનપીસીઆઈ ખોટા ટ્રાન્ઝેકશનને રોકવા અને યુપીઆઈ પેમેન્ટ્સ સિસ્ટમને વધુ સિક્યોર બનાવવા માંગે છે. આ નવા નિયમ આવતા મહિને એટલે કે પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

આપણ વાંચો: ખોટા એકાઉન્ટમાં થયું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન? પૈસા પાછા મેળવવા શું કહે છે RBI ની ગાઈડલાઈન…

એનપીસીઆઈની ગયા વર્ષે જુલાઈમાં એક બેઠક યોજાઈ હતી અને આ મીટિંગ દરમિયાન અનેક ગ્રુપમાં ચર્ચા કરવામાં આવી છે. આ મીટિંગનો ઉદ્દેશ યુપીઆઈ નંબર બેઝ્ડ યુપીઆઈ પેમેન્ટ્સનો યુઝર્સ એક્સપિરીયન્સ સુધારવાનો હતો.

આપણ વાંચો: શ્રીલંકા અને મોરેશિયસમાં પણ યુપીઆઈ સુવિધા શરૂ

નવા નિયમ અનુસાર બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરે પોતાની લિસ્ટને રેગ્યુલર અપડેટ કરવું પડશે, જેમાં ડિસકનેક્ટ અને સરેન્ડર થયેલાં નંબરને રિમૂવ કરવા પડશે. એનપીસીઆઈના સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે યુપીઆઈ એપ્સ હવે નંબર અપડેટ કરવા માટે તમારી સહમતિ લેશે. યુપીઆઈ સર્વિસ પ્રોવાઈડર એપ્સમાં તમને ઓપ્ટ ઈનનો ઓપ્શન જોવા મળશે.

અહીં તમારો નંબર ત્યારે જ અપડેટ થશે જ્યારે તમે મંજૂરી આપશો. આ એપમાં કોઈ ભ્રામક કે બળજબરીથી સહમતિ લેનારા મેસેજ નહીં મળે. યુપીઆઈ ભારતીય રાષ્ટ્રીય ભુગતાન નિયમે બનાવ્યું છે અને એને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેગ્યુલેટ કરે છે. આ એક સેફ સિસ્ટમ છે અને ધીરે ધીરે એનો વિસ્તાર દુનિયાના અનેક દેશોમાં થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button