Ek Vivaah… Aisa Bhi: આ કારણે બદાયુંમાં બે યુવતીઓએ એકબીજા સાથે કર્યા લગ્ન, કારણ જાણીને…

ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લામાં થયેલાં એક લગ્ન ખૂબ જ ચર્ચામાં છે. આશા અને જ્યોતિ નામની બે યુવતીઓએ એકબીજા સાથે લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા હતા. જોકે, આ બંનેએ એકબીજા સાથે લગ્ન કેમ કર્યા એનું કારણ તો એથી વધારે ચોંકાવનારું છે. આ કારણ જાણવા માટે તમારે સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.
આ અજબ શાદી કી ગજબ કહાની વિશે વાત કરીએ તો આ લગ્નમાં આશા નામની યુવતી પતિ અને જ્યોતિ નામની છોકરી પત્ની બની છે. બદાયુંના થાણા સિવિલ લાઈન્સ સ્થિત કચેરી પરિસરમાં એક અનોખો મામલો જોવા મળ્યો હતો. લવજેહાદનો શિકાર થયેલી બે બહેનપણીઓ આશા અને જ્યોતિએ એકબીજાને વરમાળા પહેરાવીને લગ્ન કર્યા હતા.
આપણ વાંચો: ઉત્તરાખંડના આ મંદિરમાં વિદેશથી આવે છે લોકો લગ્ન કરવા, કારણ જાણીને ચોંકી ઉઠશો…
આશા અને જ્યોતિ બંને છેલ્લાં 3 મહિનાથી એકબીજા સાથે રહે છે અને હવે આગળનું જીવન બંને જણ પતિ-પત્ની તરીકે પસાર કરશે. પકંતુ બંને જણની લૈંગિકતા સમાન હોવાને કારણે લીગલી તો આ લગ્ન ના થઈ શક્યા, પણ કલેક્ટ્રેટ સ્થિત શિવ મંદિરમાં બંને જણે એકબીજા જયમાલા પહેરાવીને લગ્ન કરીને એકબીજાનો સાથ નિભાવવાનું વચન પણ આપ્યું હતું.
જ્યોતિ અને આશાએ આ રીતે લગ્ન કરવાના નિર્ણય અંગે વાત કરતાં જણાવ્યું હતું કે તે પુરુષ સમાજથી નફરત કરે છે. બે બીજા સંપ્રદાયના યુવકોએ પોતાનું નામ બદલીને તેમને પ્રેમ કરવાનું નાટક કર્યું, લગ્નનું વચન આપ્યું અને આખરે વિશ્વાસઘાત કર્યો. કાયદાએ પણ આ બંને દોષી યુવકોને કોઈ સજા આપી નહી.
આપણ વાંચો: આદિવાસી દંપતીને રૂપિયા ચૂકવીને તેમની સગીર પુત્રી સાથે લગ્ન કર્યાં
આ કારણે અમે પુરુષ સમાજને નફરત કરીએ છીએ અને કોઈ બીજા પુરુષ સાથે લગ્ન કરવાને બદલે અમે લોકોએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. ભલે કાયદો અમારા આ લગ્નને કાયદેસર ના માને પણ અમે મંદિરમાં લગ્ન કરીને એકબીજાને સાથ આપવાનું વચન આપ્યું છે.
બંને યુવતીઓએ એવું પણ જણાવ્યું હતું કે જો આ લગ્ન બાદ અમારા પરિવારના લોકો પણ અમારી સાથે સંબંધ રાખે તો ઠીક અને ના રાખે તો પણ અમે લોકો એકબીજાના આધારે આ જીવન પસાર કરી લેશું. સરકાર લવ જેહાદને લઈને ભલે ગમે એટલું કડક વલણ કેમ ના અપનાવે પણ અમને છેતરનારાઓને કોઈ સજા નથી મળી.
જ્યોતિ અને આશાના વકીલે આ મામલે જણાવ્યું હતું કે બંને યુવતીઓ મારી પાસે અને કહ્યું કે અમે લગ્ન કરવા માંગીએ છીએ, અમે પુરુષોને નફરત કરીએ છીએ. પુરુષોએ અમારી સાથે અત્યાચાર કર્યો છે. મુસ્લિમ યુવકોએ તેમને પ્રેમમાં ધોખો આપ્યો હતો અને તેમની આ વાત સાંભળીને મેં મંદિર પરિસરમાં જ તેમના લગ્ન કરાવ્યા હતા.