Mobile Phoneમાં ઓન કરી આ એક સેટિંગ અને બચાવી લો Toll Taxના પૈસા…
આપણામાંથી ઘણા લોકો બાય રોડ ટ્રાવેલ કરે છે અને હાઈવે અને એક્સપ્રેસ વે પરથી પસાર થતી વખતે આપણે સરકારને Toll Tax ભરવો પડે છે અને ઘણી વખત તો લાંબા અંતરની મુસાફરી દરમિયાન એકથી વધુ ટોલ પ્લાઝા પર પૈસા ચૂકવવા પડે છે.
તમે પણ જો આ ટોલના વધી રહેલાં ખર્ચાથી પરેશાન થઈ ગયા હોવ તો અમે અહીં આજે તમારા માટે એક એવી ધાસ્સુ ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે તમારા પૈસા બચાવી શકશો. આ માટે તમારે ગૂગલની મદદ લેવી પડશે. ચાલો જોઈએ શું છે આ ટ્રિક્સ અને કઈ રીતે તેને મોબાઈલમાં એક સેટિંગ ચેન્જ કરીને ઓન કરી શકાય છે એ…
ગૂગલનું આ ફીચર તમને લોકોને ગૂગલ મેપ્સમાં મળશે અને આ ફીચરને ઓન કરીને ગૂગલ મેપ તમારા માટે એવો રસ્તો શોધી કાઢે છે કે જે રસ્તા પરથી તમારે ટોલ પ્લાઝા પરથી પસાર જ ના થવું પડે. જ્યારે ટોલ પ્લાઝા પરથી પસાર જ ના થવું પડે તો ટોલ કેવો? હવે સવાલ એ છે કે આખરે ગૂગલ મેપ પર છૂપાયેલું આ સિક્રેટ ફીચર આખરે ક્યાં જોવા મળે છે અને એને કઈ રીતે ઓન કરી શકાય? ચાલો જોઈએ અને જાણીએ…
તમારે સૌથી પહેલાં તો તમારા સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ ઓન કરો. હવે સ્ક્રીન પર તમારી સામે દેખાઈ રહેલાં ડિરેક્શન આઈકોન એપ પર ક્લિક કરો. જેવું તમે ડિરેક્શનના આઈકોન પર ક્લિક કરશો એટલે તમને સ્ટાર્ટ લોકેશન અને ડેસ્ટિનેશનની માહિતી આપવી પડશે.
સ્ટાર્ટ લોકેશન અને ડેસ્ટિનેશન નાખ્યા પછી તમારે એ પસંદ કરવું પડશે તમે કઈ રીતે ટ્રાવેલ કરવાના છો બાઈક કે કારથી. જે રૂટ પર તમે ટ્રાવેલ કરવાના છો એ રૂટ પર જો ટોલ છે તો તમને પ્રિવ્યૂ ટોલ લખેલું જોવા મળે. પણ જો તમે ટોલથી બચવા માંગો છો તમારે જમણી બાજુ પર ઉપરની બાજુએ દેખાઈ રહેલાં ત્રણ ડોટ પર ક્લિક કરવું પડશે.
ત્રણ ડોટ પર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન જોવા મળશે અને એમાંથી પહેલાં દેખાઈ રહેલાં Avoid Options પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એના પર ક્લિક કરશો એટલે ગૂગલ મેપ તમને એવો રસ્તો દેખાડશે કે જ્યાં તમને ટોલ પ્લાઝા નહીં જોવા મળે અને તમારા પૈસા બચી જશે.