ઈન્સ્ટા પર ધૂમ મચાવી રહેલી હળદરની પોસ્ટઃ તેની પાછળનું આ છે વિજ્ઞાન…

સોશિયલ મીડિયા પર આજકાલ એક પોસ્ટ ટ્રેન્ડ થઈ છે. શું કામ ટ્રેન્ડ થઈ રહી છે તે સમજવુ મુશ્કેલ છે, પરંતુ જે જે આ રીલ પોસ્ટ કરે છે, તેને કરોડોમાં વ્યુઝ મળે છે. મોબાઈલની ફ્લેશલાઈટ ઑન કરી, તેના પર કાચનો ગ્લાસ મૂકી તેમાં કિચનમાં વપરાતી હળદર અડધી ચમચી નાખવાની અને પછી જે રંગ અને લાઈટના મિશ્રણથી વિઝ્યુઅલ ક્રિએટ થાય તે જોઈ લોકો હરખઘેલા થઈ રહ્યા છે.
આ આમ તો એક વૈજ્ઞાનિક પ્રયોગ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હળદરમાં કક્યુર્મિન નામનું ઘટક છે, જે કેન્સરના ઈલાજમાં પણ વપરાઈ છે. આ ઘટક પાણીમાં તે ભળે છે તેના કરતા વધારે ઝડપથી તે આલ્કોહોલમાં ભળે છે. આવા પ્રયોગ જનરલી સેલ ઈમેજિંગ માટે કરવામાં આવે છે. હળદરમાં જે કક્યુર્મિન ઘટક છે તે અલ્ટ્રાવ્હાલેટને શોષી લે છે તેથી એક અલગ જ પ્રકારની ઈફેક્ટ તમને જોવા મળે છે.
આ ટ્રેન્ડ મૂળ તો ટિકટોક પર શરૂ થયો હતો. અહીં કોઈએ આ પ્રયોગ વાયરલ કર્યા બાદ હવે ઈન્સ્ટા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આવી રીલને 10થી 12 કરોડ વ્યુઝ મળ્યાના પણ ઉદાહરણો છે. જોકે આ એક નવો ટ્રેન્ડ છે. મોટેભાગે કઈ ખાસ ગીતના સ્ટેપ્સ, કે ડાયલૉગ્સ ટ્રેન્ડ થતા હોય છે અને લાખો લોકો તેમાં લાગી પડે છે ત્યારે આ એક વૈજ્ઞાનિક કહી શકાય તેવો ટ્રેન્ડ હાલમાં તો ધૂમ મચાવી રહ્યો છે. તમે આ પ્રયોગ કર્યો કે નહીં તે અમને ચોક્કસ કહેજો.