સ્પેશિયલ ફિચર્સ

ઉત્તરાખંડના આ મંદિરમાં વિદેશથી આવે છે લોકો લગ્ન કરવા, કારણ જાણીને ચોંકી ઉઠશો…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ડેસ્ટિનેશન વેડિંગ માટે ભારતના ઉત્તરાખંડને પ્રમોટ કરી ચૂક્યા છે અને એની અસર ત્રિજુગીનારાયણ મંદિરમાં જોવા મળી રહી છે.

શિવ-પાર્વતીના વિવાહસ્થળ દુનિયાભરમાં એક ગ્લોબલ વેડિંગ ડેસ્ટિનેશન બનીને ઉભરી રહ્યું છે. આ જગ્યાએ દેશ-વિદેશથી લોકો સનાતન પરંપરા અનુસાર વિવાહ કરવા આવી રહ્યા છે. લગ્નસરામાં તો અહીં દર મહિને 100થી વધુ લગ્નો થઈ રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રસંગે ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉત્તરાખંડને પ્રમોટ કરી રહ્યા છે અને એની અસર જોવા મળી રહી છે. ત્રિજુગીનારાયરણ મંદિરમાં દૂર દૂરથી લોકો લગ્ન કરવા આવી રહ્યા છે. આને કારણે હોટેલિયરથી લઈને પંડા, પુજારીઓ, વેડિંગ પ્લાનર, ઢોલ-વાદક સહિત અન્ય લોકોને કામ મળી રહ્યું છે.

આપણ વાંચો: Anant Ambani-Radhika Merchant Honeymoon માટે જશે આ સુંદર ડેસ્ટિનેશન પર?

આ વિશે વેડિંગ પ્લાનરે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે સાતથી નવમી મેની વચ્ચે સિંગાપોરમાં રહેતી મૂળ ભારતીય ડોક્ટર પ્રાચી લગ્ન કરવા અહીં વાત આવ્યા છે. આ વર્ષે એપ્રિલ મહિના સુધી અહીં આશરે 500 જેટલા લગ્ન થઈ ચૂક્યા છે, જ્યારે 2024માં આ આંકડો 600 લગ્નનો હતો.

અત્યાર સુધી અહીં ઈસરોના એક વૈજ્ઞાનિક, એક્ટ્રેસ ચિત્રા શુક્લા, નીકિતા શર્મા, કવિતા કૌશિક, સિંગર હંસરાજ રઘુવંશી, યુટ્યૂબર આદર્શ સુયાલ, ગઢવાલી લોકગાયક સૌરભ મેઠાણીની સાથે અનેક જાણીતી હસ્તીઓ સાત ફેરા લઈ ચૂક્યા છે.

મંદિરના પૂજારીએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે અહીં સનાતન મતાવલંબીઓના વિવાહ વૈદિક પરંપરા અનુસાર સંપન્ન થાય છે. પરંતુ એના માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે.

આપણ વાંચો: સિગ્નેચર લક્ઝરી એન્ડ વેડિંગ એક્સ્પો

મંદિરમાં લગ્ન માટે મંદિર પરિસરમાં વેદી બનાવવામાં આવી છે અને લગ્ન બાદ અખંડ જ્યોતિ સાથે પગ ફેરા પણ કરાવવામાં આવે છે. આ સિવાય તમામ આયોજન નજીકની હોટેલ અને રિઝોર્ટમાં હોય છે.

વાત કરીએ ત્રિજુગીનારાયણ મંદિરની તો આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવાહ સંપન્ન થયા હતા.

આ વિવાહમાં ખુદ વિષ્ણુ ભગવાને દેવી પાર્વતીના ભાઈ એટલે કે કન્યાદાનનું કર્તવ્ય નિભાવ્યું હતું. મંદિર પ્રાંગણમાં એક પવિત્ર અખંડ અગ્નિ છે. આ મંદિરના ફોટો જોશો તો તમને ખ્યાલ આવશે કે આ મંદિરની બનાવટ ચાર ધામમાંથી એક એવા કેદારનાથ મંદિરને ખૂબ જ મળતી આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button