ટ્રેનના છાપરા પર કેમ લગાવવામાં આવે છે આ નાની પ્લેટ્સ? કારણ જાણીને ચોંકી ઉઠશો…

ભારતની મોટાભાગની વસતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેનનો જ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આ પાછળ બે મહત્ત્વના કારણો જવાબદાર છે એક કારણ એટલે કે ટ્રેનનો પ્રવાસ સૌથી સસ્તું ટ્રાન્સપોર્ટેશનનું માધ્યમ છે અને બીજું એટલે તે સૌથી ફાસ્ટેસ્ટ પણ છે.
જો તમે મુંબઈ લોકલમાં પ્રવાસ કર્યો હશે તો તમને ખ્યાલ હશે કે ટ્રેનના છાપરા પર નાની નાની પ્લેટ્સ જોવા મળે છે. પરંતુ શું તમને વિચાર્યું છે ખરું કે આ પ્લેટ્સ શા માટે લગાવવામાં આવે છે? ચાલો તમને આજે આ સ્ટોરીમાં આ પાછળનું કારણ જણાવીશું…
આપણ વાચો: મુંબઈ લોકલમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ આવી મહત્ત્વની માહિતી, જાણી લેજો નહીંતર…
ઈન્ડિયન રેલવે એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વ્યસ્ત કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. જો તમે લોકલ ટ્રેનને ક્યારેય ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ જ હશે કે ટ્રેનના છાપરા પર ઉપરની તરફ મેટલની પ્લેટ્સ લગાવવામાં આવી હોય છે.
આ પ્લેટ દેખાવમાં સામાન્ય લાગતી હોય તો પણ તેનો રોલ ખૂબ જ મહત્ત્વનો હોય છે. એટલું જ નહીં પ્રવાસીઓની સુરક્ષા સાથે પણ આ પ્લેટ્સનો સંબંધ છે.
સૌથી પહેલાં તો તમને જણાવી દેવાનું કે કે ટ્રેનના છાપરા પર જોવા મળતી આ પ્લેટ્સને રૂફ વેન્ટિલેટર તરીકે ઓળખવામાં આવે છે. નામ પ્રમાણે જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્લેટ્સ વેન્ટિલેટર તરીકે કામ કરે છે.
કોચમાં રહેલી ગરમ હવા, બફારો અને હ્યુમિડિટીને બહેર કાઢવાનું કામ આ રૂફ વેન્ટિલેટર કરે છે. આ સાથે સાથે જ કોચમાં ફ્રેશ એર પહોંચાડવાનું કામ પણ આ રૂફ વેન્ટિલેશન કરે છે.
કોચની અંદરનું વેન્ટિલેશન મેઈન્ટેન કરવાની સાથે સાથે જ આ રૂફ વેન્ટિલેશન બીજું પણ મહત્વનું કામ કરે છે. ચોમાસાના પાણીને કોચની અંદર પ્રવેશતા રોકવાનું કામ પણ આ રૂફ વેન્ટિલેશન કરે છે. આઈ નો આઈ નો હવે તમને થશે કે ભાઈ આ રૂફ વેન્ટિલેશન જો આટલી મહત્ત્વનું છે તો પછી તે કામ કઈ રીતે કરે છે? આ વિશે પણ વાત કરી જ લઈએ.
કોચના છાપા પર જોવા મળતા આ રૂફ વેન્ટિલેશન કઈ રીતે કામ કરે છે એની તો જો તમે ધ્યાનથી જોયું હશે તો ટ્રેનની અંદર છાપરા પર ઝીણા ઝીણા કાણાં જોવા મળે છે. ગરમ હવા અને બફારો આ છીદ્રોની મારફત બહાર જાય છે અને કોચમાં તાજી હવાની અવરજવર થતી રહે છે. ટૂંકમાં વાત કરીએ તો રૂફ વેન્ટિલેશન ખૂબ જ મહત્ત્વનું છે.
છે ને એકદમ અનોખી અને કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો ચોક્કસ કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો…



