પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-કટોસન રોડ વચ્ચે મેમુ ટ્રેનની શરૂઆત

પ્રવાસીઓને સાબરમતીથી કલોલ કડીની ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે
અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સાબરમતી અને કટોસન રોડ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા (મેમુ ટ્રેન) શરૂ કરી છે. જેની વિગતો નીચે મુજબ છે
• સાબરમતી-કટોસન રોડ મેમુ ટ્રેન (શનિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ)
ટ્રેન નંબર 69249 સાબરમતી-કટોસન રોડ મેમુ સાબરમતીથી 06.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને 08.05 વાગ્યે કટોસન રોડ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 69250 કાટોસન રોડ – સાબરમતી મેમુ કટોસન રોડથી 19.05 વાગ્યે પ્રસ્થાન કરશે અને 20.30 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં કલોલ, કડી અને ભોયણી સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં કુલ 8 કોચ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને અંગે વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરી શકે છે.
આપણ વાંચો: સપ્ટેમ્બર 2025માં અડધો મહિનો બેંકો બંધ! RBIની આ યાદી જોઈને બેંકનું કામ પતાવજો…