બનશે Trigrahi Yog, આ રાશિના જાતકો માટે શરૂ થશે Goody Goody Time… | મુંબઈ સમાચાર

બનશે Trigrahi Yog, આ રાશિના જાતકો માટે શરૂ થશે Goody Goody Time…


વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર મે મહિનામાં ગ્રહોની મોટી હિલચાલ થઈ રહી છે. ગ્રહોની આ હિલચાલને કારણ અનેક રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે.
મે મહિનાની શરૂઆત જ ગુરુના ગોચરથી થઈ હતી જે ખૂબ જ લાભદાયી રહેશે. પહેલી મેના ગુરુએ એક વર્ષ બાદ ગોચર કર્યું હતું. ગુરુ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ્યા છે અને 2025 સુધી તેઓ અહીં જ રહેશે. હવે 10મી મેના દિવસે બુધ ગોચર કરવા જઈ રહ્યા છે. આ સિવાય 14મી મેના દિવસે સૂર્ય ગોચર કરવા જઈ રહ્યા છે અને એની સાથે સાથે શુક્ર પણ રાશિ પરિવર્તન કરી રહ્યા છે.

આમ મે મહિનામાં ગ્રહોના ગોચરને કારણે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં ત્રિગ્રહી યોદનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આ ત્રિગ્રહી યોગ અમુક રાશિના જાતકો માટે ખૂબ જ શુકનિયાળ સાબિત થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને આ યોગ અપરંપરા ધન-સંપત્તિ અપાવનાર, પ્રગતિના દ્વાર ખોલશે… આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને ત્રિગ્રહી યોગથી ફાયદો થઈ રહ્યો છે…

Raashi

મેષ રાશિના જાતકો માટે આ મહિનો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. આ રાશિના લોકો નવા નવા સ્રોતમાંથી કમાણી કરશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. નોકરી કરનારા લોકોને પણ લાભ થઈ રહ્યો છે. વેપારનો વિસ્તાર થઈ રહ્યો છે. કરિયર માચે આ સમય ખૂબ જ સારો છે. રોકાણ કરવા માટે બેસ્ટ ટાઈમ છે, ભવિષ્યમાં સારું વળતર મળી શકે છે. પારિવારિક જીવન પણ સુખ-શાંતિથી ભરપૂર રહેશે.

Horoscope

વૃષભ રાશિના જાતકો માટે આ ટ્રિપલ ત્રિગ્રહી યોગ શુભ સાબિત થઈ રહ્યો છે. એક સાથે આટલા ગ્રહોના આશીર્વાદ મળતાં સફળતા મળી રહી છે. અટકી પડેલાં કામ પણ થઈ રહ્યા છે. આવકના નવા નવા સ્રોત બની રહ્યા છે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. આજે કોઈ મહત્ત્વની ડીલ કે પ્રોજેક્ટ ફાઈનલ થઈ શકે છે. જૂના ઝઘડા ખતમ થઈ રહ્યા છે. પ્રમોશન કે પગાર વધારો થવાના યોગ બની રહ્યા છે.


મિથુન રિશાના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ રાશિના જાતકો માટે આવકના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે અને તેમને લાભ થઈ રહ્યો છે. જોખમ ઉઠાવીને રોકાણ કરનારા લોકો માટે આ સમય લાભદાયી રહેશે. જોકે, અંગારક યોગ પણ બન્યો હોવાને કારણે આ રાશિના જાતકોએ ખૂબ જ સંભાળીને રહેવું પડશે. કરિયરમાં પ્રગતિ થઈ રહી છે. આવકમાં વૃદ્ધિ થશે.

સંબંધિત લેખો

Back to top button