આવતીકાલે વર્ષનો છેલ્લો ગુરુ પુષ્ય નક્ષત્રઃ જાણો મૂહુર્ત અને મહત્વ | મુંબઈ સમાચાર
નેશનલસ્પેશિયલ ફિચર્સ

આવતીકાલે વર્ષનો છેલ્લો ગુરુ પુષ્ય નક્ષત્રઃ જાણો મૂહુર્ત અને મહત્વ

ગુજરાતમાં હાલ શ્રાવણના પવિત્ર માસની ઉજવણી થઈ રહી છે. આ પવિત્ર મહિનાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આવતીકાલે, 21 ઓગસ્ટે, માસિક શિવરાત્રિની સાથે ગુરુ-પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ રચાવા જઈ રહ્યો છે, જે ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલાં કાર્યો સફળતા અને સમૃદ્ધિ લાવે છે, સાથે જ દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. ગુરુ-પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા ગણવામાં આવે છે.

28 નક્ષત્રોમાંનુ આઠમું નક્ષત્ર જેના ગુરુ ગુરદેવ છે, તેવું નક્ષત્ર ગુરુ પુષ્ય અક્ષત્ર આવતી કાલે 21 ઓગસ્ટના છે. આ વર્ષનો આ છેલ્લો ગુરુ-પુષ્ય સંયોગ છે, કારણ કે આગામી પુષ્ય નક્ષત્રો (17 સપ્ટેમ્બર અને 15 ઓક્ટોબર) ગુરુ સાથે યોગ નહીં બનાવે. આ દિવસે સોનું, ચાંદી, વાહનો, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ધાતુઓની ખરીદી ખૂબ ફળદાયી માનવામાં આવે છે. વેપારીઓ માટે પણ આ દિવસ નવા વ્યવસાયની શરૂઆત માટે અત્યંત શુભ માનવામાં આવે છે.

ગુરુ-પુષ્ય નક્ષત્રનું મહત્વ

પુષ્ય નક્ષત્ર, જે 27 નક્ષત્રોમાં આઠમું છે, તેના દેવતા દેવગુરુ બૃહસ્પતિ અને દિશાના પ્રતિનિધિ શનિદેવ છે. આ નક્ષત્રમાં ચંદ્ર કર્ક રાશિમાં હોય છે, જે ચંદ્રની પોતાની રાશિ છે, જેના કારણે આ નક્ષત્ર ધન અને સમૃદ્ધિ માટે અત્યંત પવિત્ર ગણાય છે. આ દિવસે ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકે છે અને શુભ ફળ આપે છે. આ યોગમાં શરૂ કરેલો વ્યવસાય ખૂબ જ ઉન્નતિ કરે છે. જોકે, શાસ્ત્રો અનુસાર, આ નક્ષત્રમાં લગ્ન નિષિદ્ધ છે, કારણ કે બ્રહ્માજીએ આ નક્ષત્રને લગ્ન માટે શાપ આપ્યો હતો.

શુભ મુહૂર્ત અને કાર્યો

આવતીકાલના ગુરુ-પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં શુભ (6:17-7:54), ચલ (11:07-12:44), લાભ (12:44-14:21), અમૃત (14:21-15:58), શુભ (17:35-19:11), અમૃત (19:11-20:35), અને ચલ (20:35-21:58)નો સમાવેશ થાય છે. આ દિવસે સોના-ચાંદી, પિત્તળના વાસણો, પીળા વસ્ત્રો, જમીન, અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવા જેવાં કાર્યો શ્રેષ્ઠ છે. પારદ લક્ષ્મીની સ્થાપના, મંત્ર દીક્ષા, યજ્ઞ, અને વેદ પાઠની શરૂઆત પણ આ દિવસે ફળદાયી છે. આ યોગમાં શરૂ થયેલાં કાર્યો લાંબા ગાળે લાભ આપે છે.

ગુરુ-પુષ્ય નક્ષત્રમાં કેટલાક વિશેષ ઉપાયો સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. જેમની કુંડળીમાં ચાંડાલ, પિતૃ, કે શાપિત દોષ હોય, તેમણે વિષ્ણુસહસ્રનામનો પાઠ અને પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ઘરમાં સમૃદ્ધિ માટે હળદરથી “શ્રી” લખીને તિજોરી પર લગાવવું શુભ છે. વ્યાપારની પ્રગતિ માટે એકાક્ષી નારિયેળને લાલ કપડામાં લપેટી મંદિરમાં રાખવું અને ચોક્કસ મંત્રનો જાપ કરવો. દેવી લક્ષ્મીની કૃપા માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર-દૂધથી અભિષેક અને ઘીનો દીવો કરવો. ગાયને ઘી-ગોળ ખવડાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

આપણ વાંચો:  ક્ષમા, સંયમ અને તપસ્યાનો સમય: આવતીકાલથી પર્યુષણ પર્વનો પ્રારંભ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button